Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના સ્થાપના દિવસ પર તેના બહાદુર કર્મચારીઓને સલામ કરી


રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ના બહાદુર કર્મચારીઓની હિંમત, સમર્પણ અને નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તેમના સ્થાપના દિવસ નિમિત્તે તેમને શુભેચ્છા પાઠવી.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ના સ્થાપના દિવસના આ ખાસ પ્રસંગે, અમે બહાદુર કર્મચારીઓની હિંમત, સમર્પણ અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરીએ છીએ જેઓ પ્રતિકૂળતાના સમયે ઢાલ સમાન છે. જીવન બચાવવા, આપત્તિઓનો સામનો કરવા અને કટોકટી દરમિયાન સલામતી સુનિશ્ચિત કરવા માટેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે. NDRF એ આપત્તિ પ્રતિભાવ અને વ્યવસ્થાપનમાં વૈશ્વિક ધોરણો પણ સ્થાપિત કર્યા છે.

AP/IJ/GP/JD