Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રમતગમત અને સાહસ પુરસ્કાર 2023ના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમતગમત અને સાહસ પુરસ્કાર 2023ના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે. ખેલાડીઓની નોંધપાત્ર સિદ્ધિઓ અને અતૂટ સમર્પણને બિરદાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓએ માત્ર પોતપોતાના ક્ષેત્રમાં જ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી પરંતુ વૈશ્વિક મંચ પર ભારતનો ધ્વજ પણ ઉંચો કર્યો છે.

રાષ્ટ્રપતિ ભવન ખાતે નેશનલ સ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર એવોર્ડ્સ 2023ના કાર્ય વિશે ભારતના રાષ્ટ્રપતિની X પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;

રાષ્ટ્રીય રમતગમત અને સાહસ પુરસ્કાર 2023ના પ્રસિદ્ધ વિજેતાઓને અભિનંદન. તેમની નોંધપાત્ર સિદ્ધિઓ અને અતૂટ સમર્પણ આપણા રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે. તેઓએ માત્ર પોતપોતાના ક્ષેત્રોમાં જ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી પરંતુ વૈશ્વિક મંચ પર ભારતનો ધ્વજ પણ ઊંચો કર્યો છે.”

YP/JD