Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ અને રાષ્ટ્રીય કુત્રિમ ગર્ભાધાન કાર્યક્રમનોશુભારંભ કરાવ્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એકવખત વાપરી શકાતા પ્લાસ્ટિકનો વપરાશ જીવનના દરેક ક્ષેત્રમાં ઘટાડવાના આહવાન સાથે નવીન ઉપાયો પુરા પાડવા યુવાનોને અપીલ કરી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મથુરા ખાતે દેશના પશુધનમાં પગ અને મોઢાના રોગ (FMD) અને બ્રુસેલોસિસના નિયંત્રણ અને નાબૂદી માટે રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (NACDP)ની શરૂઆત કરાવીહતી.

 

રૂ.12,652કરોડના સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હેઠળ બે રોગોની નાબૂદીના પ્રયાસો માટે દેશમાં 600 મિલિયન પશુઓનું રસીકરણ કરવામાં આવશે.

 

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય કુત્રિમ ગર્ભાધાન કાર્યક્રમ અને રસીકરણ અને રોગ પ્રબંધન, કુત્રિમ ગર્ભાધાન અને ઉત્પાદકતા ઉપર દેશના તમામ 687 જિલ્લાઓના તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)માં દેશવ્યાપી વર્કશોપની શરૂઆત કરી હતી.

 

આ પ્રસંગે એકત્રિત થયેલા લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “પર્યાવરણ અને પશુધન ભારતના આર્થિક ખ્યાલ અને વિચારધારાના હંમેશા કેન્દ્રબિંદુ રહ્યાં છે. અને આથી ભલે તે સ્વચ્છ ભારત હોય કે જલ જીવન મિશન હોય અથવા કૃષિ અને પશુધનને પ્રોત્સાહન આપવાની બાબત હોય, આપણે કુદરત અને અર્થતંત્ર વચ્ચે હંમેશા સમતોલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. અને આ બાબત જ આપણને નવા મજબૂત ભારતના નિર્માણ માટે સક્ષમ બનાવે છે.”

 

પ્રધાનમંત્રીએ દેશમાં એકવખત વાપરી શકાતા પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવાની બાબત નજર સમક્ષ રાખીને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ લોન્ચ કર્યો હતો.

 

તેમણે જણાવ્યું હતું કે,“આપણે બધાએ આ વર્ષે 2જી ઓક્ટોબરના દિવસે આપણાં ઘરો, કચેરીઓ, કાર્યસ્થળોએ એકવખત જવાપરીશકાતાપ્લાસ્ટિકથી છૂટકારો મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ.”

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,“એકવખત જ વાપરી શકાતા પ્લાસ્ટિકની સામે આ ઝૂંબેશમાં જોડાવવા માટે હું દરેક સ્વસહાય જૂથો, નાગરિક સંગઠનો, એનજીઓ, અને મહિલા અને યુવા સંસ્થાઓ, દરેક કોલેજ, દરેક સ્કૂલ, દરેક સરકારી અને ખાનગી સંસ્થાઓ, દરેક વ્યક્તિને અપીલ કરું છું. આપણે પોલિથિનની થેલીઓનો સસ્તો અને સરળ વિકલ્પ શોધવો જોઇએ. આપણા સ્ટાર્ટઅપ દ્વારા અનેક સમાધાનો મેળવી શકાય છે.”

 

પ્રધાનમંત્રીએ પશુધન આરોગ્ય, પોષણ અને ડેરી ઉદ્યોગ સાથે સંબંધિત અનેક અન્ય કાર્યક્રમો પણ શરૂ કર્યા હતા.

 

તેમણે જણાવ્યું હતું કે,“ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે પશુપાલન અને અન્ય આનુષાંગિક પ્રવૃતિઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે. પશુપાલન, મસ્ત્યપાલન, મધમાખી ઉછેર વગેરેમાં રોકાણ વધારે વળતર આપે છે.”

 

તેમણે જણાવ્યું હતું કે,“છેલ્લા પાંચ વર્ષોમાં આપણે ખેતી અને તેની સાથે સંકલિત પ્રવૃતિઓ પ્રત્યે એક નવા અભિગમ સાથે આગળ વધી રહ્યાં છીએ. આપણે પશુધન, ડેરી ઉત્પાદનો અને તેમાં વૈવિધ્યતા લાવવા તેમની ગુણવત્તા સુધારવા માટે જરૂરી પગલાંઓ હાથ ધર્યા છે. આપણે પશુધનને નિયમિત લીલો ઘાસચારો અને પોષણયુક્ત આહાર પુરો પાડવા માટે યોગ્ય સમાધાન શોધવાની જરૂર છે.”

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,“આવિષ્કાર અને નવી ટેક્નોલોજી ભારતમાં ડેરી ઉદ્યોગનું વિસ્તરણ કરવા માટે સમયની માગ છે. આપણે “સ્ટાર્ટઅપ બ્રાન્ડ ચેલેન્જ”ની શરૂઆત કરી છે જેથી નવીન શોધખોળો આપણાં ગામડાંઓમાંથી પ્રાપ્ત થઇ શકે.”

 

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,“હું મારા યુવા મિત્રોને ખાતરી આપવા માંગુ છું કે તેમના વિચારોને આગળ વધારવા અને તેના માટે યોગ્ય રોકાણ શોધવા માટે ગંભીર વિચારણા હાથ ધરવામાં આવશે. આ રોજગારીની નવી તકોનું સર્જન કરશે.”

 

J.Khunt