Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ પર શુભેચ્છા પાઠવી, જળ શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા માટે બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશને રાષ્ટ્રીય સમુદ્રી દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભારતમાં સમુદ્રી ક્ષેત્રનો સંપન્ન ઈતિહાસ રહ્યો છે. જેમાં રાષ્ટ્રના બદલાવને શક્તિ પૂરી પાડવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. રાષ્ટ્રીય સમુદ્રી દિવસ પર આપણે રાષ્ટ્રની સંપન્નતા માટે આપણી સમુદ્રી શક્તિને વધારવા માટે પ્રતિબદ્ધતા જાહેર કરીએ છીએ.

સમુદ્રી ક્ષેત્રના વિકાસની દિશામાં આપણને ડૉ. બાબા સાહેબ આંબેડકર પાસેથી પ્રેરણા મળી હતી. તેમણે કહ્યું કે, “એ બાબા સાહેબ જ હતા, જેમણે જળ શક્તિ, નૌકા વહન, સિંચાઈ, નહેરોના પાણી અને બંદરોને સૌથી પહેલા પ્રાથમિકતા આપી. આ ક્ષેત્રમાં તેમના કાર્યો મુખ્ય રૂપે દેશનાં લોકોની ભલાઈ માટે હતા.”

 

NP/J.Khunt/GP