Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં પસંદ કરાયેલા ભાષણોનાં ચોથા ખંડનું વિમોચન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં પસંદ કરાયેલા ભાષણોનાં ચોથા ખંડનું વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આપેલું માર્ગદર્શન તેમને અતિ ઉપયોગી પુરવાર થશે. તેમણે જણાવ્યું હતું કે, તેમની સાથે કામ કરનારને મારાં જેવો અનુભવ થયો હશે તેની મને ખાતરી છે.

તેમણે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને અતિ જાણકાર અને સરળ ગણાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, જ્યારે જ્યારે તેઓ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે સત્તાવાર બાબતોની ચર્ચા કરતા હતા, ત્યારે ત્યારે રાષ્ટ્રપતિ તેમને માર્ગદર્શન અને રચનાત્મક પ્રતિભાવ આપતા હતા.

રાષ્ટ્રપતિનાં નેતૃત્વમાં રાષ્ટ્રપતિ ભવન ‘લોક ભવન’ બની ગયું હતું તેવું પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમનાં કાર્યકાળમાં ઐતિહાસિક દસ્તાવેજીકરણનો ખજાનો મળ્યો છે. તેમણે આ પ્રયાસ બદલ રાષ્ટ્રપતિની ટીમને અભિનંદન આપ્યાં હતાં.

J.Khunt