Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદજી મહારાજને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદજી મહારાજને ઝડપથી સ્વસ્થતા અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

હું રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદજી મહારાજના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું. તેમના ઉપદેશો અને આધ્યાત્મિક માર્ગદર્શન ઘણા લોકો માટે પ્રકાશની દીવાદાંડી સમાન છે અને આપણા સમાજના આધ્યાત્મિક વિકાસ અને સુખાકારીમાં તેમના યોગદાનને ઓછું આંકી શકાય નહીં.

AP/GP/JD