Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ભરતપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ભરતપુરમાં થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ. અને ઘાયલોને 50,000 રૂ.ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી..

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

“રાજસ્થાનના ભરતપુરમાં જે માર્ગ અકસ્માત થયો તે ખૂબ જ દુઃખદ છે. આમાં, ગુજરાતમાંથી ધાર્મિક યાત્રાએ જતા શ્રધ્ધાળુઓના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

“પ્રધાનમંત્રીએ ભરતપુરમાં દુર્ઘટનાને કારણે મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી પ્રત્યેકને 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000.ની એક્સ-ગ્રેશિયા મંજૂર કરી છે.”

CB/GP/NP