પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના દૌસામાં ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’ને ‘સિમંત સમારોહ’ તરીકે ઉજવવાની નવી પહેલની પ્રશંસા કરી છે.
એક ટ્વિટ શ્રેણીમાં રાજસ્થાનના દૌસાના સંસદસભ્ય, શ્રીમતી જસકૌર મીનાએ માહિતી આપી હતી કે રાજસ્થાનના દૌસામાં તેઓ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના યોજનાને ‘સિમંત સમારોહ’ તરીકે ઉજવે છે જ્યાં તમામ સગર્ભા સ્ત્રીઓ સાથે આવે છે અને તેઓ તેમને તેમના બાળકોના સ્વાસ્થ્ય માટે ‘પોષણ કીટ‘ આપે છે.
તેમણે એ પણ માહિતી આપી કે એકલા રાજસ્થાનમાં 2022-23માં લગભગ 3.5 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે.
દૌસાના સાંસદ દ્વારા ટ્વિટ શ્રેણીનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું;
“દૌસાની આ અનોખી પહેલ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાને નવી ઉર્જા આપનારી છે. આનાથી માતાઓ તેમજ બાળકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત થઈ રહી છે.”
दौसा की यह अनूठी पहल प्रधानमंत्री मातृ वंदना योजना को नई ऊर्जा देने वाली है। इससे माताओं के साथ-साथ शिशुओं की स्वास्थ्य सुरक्षा भी सुनिश्चित हो रही है। https://t.co/A6uxbh7o60
— Narendra Modi (@narendramodi) June 12, 2023
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com