Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજકોટ ખાતે મહાત્મા ગાંધી સંગ્રહાલયને ખુલ્લું મુક્યું


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટમાં મહાત્મા ગાંધી સંગ્રહાલયને ખુલ્લું મુક્યું. આ સંગ્રહાલય આલ્ફ્રેડ હાઈસ્કુલમાં તૈયાર કરવામાં આવ્યું છે કે જે મહાત્મા ગાંધીના રચનાત્મક વર્ષોનો મહત્વનો ભાગ બની હતી. તે ગાંધીજીની સંસ્કૃતિ, મુલ્યો અને દર્શન અંગે જાગૃતિ ફેલાવવા માટે સહાયભૂત બનશે.

પ્રધાનમંત્રીએ 624 મકાનોની એક જાહેર આવાસ પરિયોજનાનું ઉદઘાટન દર્શાવતી એક તકતીનું પણ અનાવરણ કર્યું હતું. તેમણે 240 લાભાર્થી પરિવારોના ઈ-ગૃહ પ્રવેશના સાક્ષી બન્યા હતા.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીમાંથી ઘણું બધું શીખવા જેવું છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત એ કૃપાપાત્ર ભૂમિ છે કે જે બાપુની સાથે ખૂબ નજીકથી જોડાયેલી છે.

બાપુ પર્યાવરણ અંગે ચિંતિત હતા એ બાબતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ગાંધીજીમાંથી પ્રેરણા લઈને આપણે વધુ સ્વચ્છ અને વધુ હરિયાળા આવતીકાલ માટે કાર્ય કરવાનું છે.

પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે બાપુએ આપણને હંમેશા હરોળમાં સૌથી છેલ્લા ઉભેલા, સૌથી ગરીબ વ્યક્તિ વિષે વિચારવાનું અને વંચિતોની સેવા કરવાનું શીખવ્યું છે. આ આદર્શથી પ્રેરણા લઈને અમે ગરીબોની સેવા કરીએ છીએ, પ્રધાનમંત્રીએ ઉમેર્યું. અમારી પહેલોના માધ્યમથી અમે તેમના જીવનમાં પરિવર્તન લાવવા માંગીએ છીએ, અમે ગરીબો માટે ઘર બાંધવા માંગીએ છીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું  કે, આઝાદીને 70 વર્ષથી વધુ સમય થઇ ગયો છે પરંતુ સ્વચ્છ ભારતનું બાપુનું સપનું હજુ પણ અધૂરું છે, લોકોને આહવાન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સાથે મળીને આપણે આ સપનાને પૂરું કરવાનું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું, છેલ્લા ચાર વર્ષ દરમિયાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમે ઘણો નોંધપાત્ર વિસ્તાર આવરી લીધો છે, પરંતુ હજુ પણ આપણે આ કાર્ય કરવાનું યથાવત ચાલુ રાખવું જોઈએ.

પ્રધાનમંત્રીએ ત્યારબાદ મહાત્મા ગાંધી સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી.

RP