પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુવા આઈએએસ અધિકારીઓને ભારતના લોકો સાથે અસરકારક રીતે સંપર્કમાં રહેવા માટે તેમના સંજોગો અને આસપાસની બાબતો પ્રત્યે સંવેદનશીલ રહેવા સલાહ આપી.
સહાયક સચિવોના ઉદ્ગાટન સત્રમાં 2014ની બેચના આઈએએસ અધિકારીઓને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પાસે તેમની તાલીમ દરમિયાનની બાબતોને ગ્રહણ કરીને તેમની પ્રતિભા અને અભ્યાસને અમલમાં મૂકવાની સારી તક છે. તેમણે તેઓને આગામી ત્રણ માસનો ઉપયોગ કરીને તેમની પ્રતિભામાં ઉમેરો કરવા અને તેઓ જે વિભાગ સાથે જોડાયા છે એમાં પણ તેમની પ્રતિભાનો લાભ આપવા વિનંતી કરી હતી. વહિવટમાં ટેક્નોલોજીના ઉપયોગનો ખાસ ઉલ્લેખ કરતા તેમણે યુવા અધિકારીઓને સરકારના કામમાં ટેક્નોલોજીના ઉચ્ચકક્ષાના ઉપયોગ કરવા કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓથી અંજાઈ ન જવા અને આગામી ત્રણ માસમાં તેમના કેન્દ્ર સરકારમાં સહાયક સચિવો તરીકેની કામગીરીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંવાદમાં સ્પષ્ટ અને નિર્ભયી રહેવા વિનંતી કરી હતી. તેમણે ટાંક્યું કે આઈએએસની તાલીમની આ 2013ની બેચથી શરુ થયેલી વિશેષતા છે કે જેનાથી આઈએએસ અધિકારીઓને તેમની કારકિર્દીની શરૂઆતથી જ સંકોચ દૂર કરવાની તક મળે છે જે તક તેમના વરિષ્ઠોને કદાચ નહીં મળી હોય.
કેન્દ્રીય કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડો. જિતેન્દ્ર સિંહ અને સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
AP/TR/GP