Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ યુપી રોજગાર મેળાને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ યુપી રોજગાર મેળાને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો સંદેશ દ્વારા ઉત્તર પ્રદેશ સરકારના રોજગાર મેળાને સંબોધન કર્યું હતું. મેળામાં, યુપી પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર અને નાગરિક પોલીસ, પ્લાટૂન કમાન્ડર અને ફાયર વિભાગના સેકન્ડ ઓફિસરમાં સમકક્ષ પોસ્ટ માટે સીધી ભરતી માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.

પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે તેમને ભાજપ શાસિત રાજ્યોમાં લગભગ દર અઠવાડિયે રોજગાર મેળાને સંબોધવાની તક મળી રહી છે અને દેશને સતત ઘણા પ્રતિભાશાળી યુવાનો મળી રહ્યા છે જેઓ સરકારી તંત્રમાં નવી વિચારસરણી અને કાર્યક્ષમતા લાવે છે.

આજે યુપી રોજગાર મેળાના વિશેષ મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આનાથી 9 હજાર પરિવારોમાં ખુશીઓ આવશે અને ઉત્તર પ્રદેશમાં સુરક્ષાની ભાવનામાં વધારો થશે કારણ કે નવી ભરતીઓ રાજ્યમાં પોલીસ દળને મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2017થી યુપી પોલીસમાં 1.5 લાખથી વધુ નવી નિમણૂકો સાથે, વર્તમાન વ્યવસ્થા હેઠળ રોજગાર અને સુરક્ષા બંનેમાં સુધારો થયો છે.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે, ઉત્તર પ્રદેશ તેની કાયદો અને વ્યવસ્થા અને વિકાસલક્ષી અભિગમ માટે ઓળખાય છે, જે માફિયાઓની અગાઉની છબી અને કચડાયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિથી દૂર છે. તેમણે કહ્યું કે આનાથી રોજગાર, વ્યવસાય અને રોકાણની નવી તકો ઊભી થઈ છે.

ડબલએન્જિન સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ નવા એરપોર્ટ, સમર્પિત ફ્રેટ કોરિડોર, નવા સંરક્ષણ કોરિડોર, નવા મોબાઇલ ઉત્પાદન એકમો, આધુનિક જળમાર્ગો, અભૂતપૂર્વ રોજગારીની તકો લાવી રહેલી નવી માળખાકીય સુવિધાઓની યાદી આપી. તેમણે કહ્યું કે યુપીમાં સૌથી વધુ એક્સપ્રેસ વે છે અને હાઈવેનો સતત વિકાસ થઈ રહ્યો છે. માત્ર રોજગારીનું સર્જન નથી કરી રહ્યું પરંતુ રાજ્યોમાં વધુ પ્રોજેક્ટ માટે માર્ગ મોકળો કરી રહ્યું છે. તેમણે ધ્યાન દોર્યું કે રાજ્ય દ્વારા પ્રવાસન તરફના ઝૂકાવને કારણે રોજગારમાં વધારો થયો છે. શ્રી મોદીએ તાજેતરના ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં મળેલા ઉત્સાહી પ્રતિસાદની અને તે રાજ્યમાં રોજગારીને કેવી રીતે આગળ વધારશે તેની પણ નોંધ લીધી.

સુરક્ષા અને રોજગારની સંયુક્ત શક્તિએ યુપીની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપી છે,એમ પ્રધાનમંત્રીએ કહ્યું. તેમણે મુદ્રા સ્કીમ, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમ, સમૃદ્ધ MSME અને વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ હેઠળ રૂ. 10 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોનનો ઉલ્લેખ કર્યો.

નવા નિમણૂકોને, પ્રધાનમંત્રીએ નવા પડકારો અને જવાબદારીઓ વિશે વાત કરી અને તેમને તેમનામાં વિદ્યાર્થીને જીવંત રાખવા કહ્યું. તેમણે તેમના વ્યક્તિત્વ વિકાસ, પ્રગતિ અને જ્ઞાન પર કામ કરતા રહેવા જણાવ્યું હતું.

જ્યારે તમે સેવામાં આવો છો, ત્યારે તમને પોલીસ તરફથીદંડોમળે છે, પરંતુ ભગવાને તમને હૃદય પણ આપ્યું છે. તેથી તમારે સંવેદનશીલ બનવું પડશે અને સિસ્ટમને સંવેદનશીલ બનાવવી પડશેએમ પ્રધાનમંત્રીએ નવા ભરતી થનારાઓને કહ્યું. તેમણે તાલીમ પર પણ ધ્યાન આપ્યું જે સ્માર્ટ પોલીસિંગને પ્રોત્સાહન આપવા માટે સંવેદનશીલતા અને સાયબર ક્રાઇમ્સ, ફોરેન્સિક સાયન્સ જેવા આધુનિક ક્ષેત્રોમાં સુધારો કરશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નવી ભરતી કરનારાઓ પાસે સુરક્ષા અને સમાજને દિશા આપવાની બંને જવાબદારી હશે. “તમે લોકો માટે સેવા અને શક્તિ બંનેનું પ્રતિબિંબ બની શકો છો, એમ કહી પ્રધાનમંત્રીએ સમાપન કર્યું.

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com