Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વહેલી સવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી.

તેમણે આ આફતથી પ્રભાવિત લોકોની સલામતી અને સુખાકારી માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી. તેમણે ખાતરી આપી કે ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો અને લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.

X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:

મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપને પગલે ઉભી થયેલી પરિસ્થિતિથી ચિંતિત છું. દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારત શક્ય તમામ સહાય આપવા માટે તૈયાર છે. આ સંદર્ભમાં, અમારા અધિકારીઓને તૈયાર રહેવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલય ને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા પણ કહ્યું છે.”

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  pibahmedabad1964@gmail.com