Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મોસ્કોમાં ‘ ફ્રેન્ડ્ઝ ઑફ ઈન્ડિયા’ કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ મોસ્કોમાં ‘ ફ્રેન્ડ્ઝ ઑફ ઈન્ડિયા’ કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ મોસ્કોમાં ‘ ફ્રેન્ડ્ઝ ઑફ ઈન્ડિયા’ કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ મોસ્કોમાં ‘ ફ્રેન્ડ્ઝ ઑફ ઈન્ડિયા’ કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ મોસ્કોમાં ‘ ફ્રેન્ડ્ઝ ઑફ ઈન્ડિયા’ કાર્યક્રમમાં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારનાં રોજ ‘ફ્રેન્ડ્ઝ ઑફ ઈન્ડિયા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં રશિયાના કલાકારો દ્વારા ભારતીય શાસ્ત્રીય તેમજ લોક નૃત્યો રજૂ કરાયાં હતાં. આ કાર્યક્રમ રશિયામાં ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓની લોકપ્રિયતા તેમજ આંતર-સાંસ્કૃતિક સંકલનનાં મહત્ત્વનું પ્રદર્શન થયું હતું. કાર્યક્રમની શરૂઆત શ્લોકોના ગાન અને વંદેમાતરમ્ની રચનાત્મક રજૂઆત સાથે થઈ હતી. ત્યાર બાદ કુચીપુડી, કથક અને દાંડિયારાસનાં કાર્યક્રમોએ દર્શકોનું મન મોહી લીધુ હતું. ત્યાર બાદ તમામ કલાકારોએ મંચ પર એક સાથે શ્રી અટલ બિહારી વાજપેયીની કવિતા “ગીત નયા ગાતા હૂં”ની સંગીતમય રજૂઆત કરી હતી.

પ્રસંગોચિત સંબોધનમાં પ્રધાનમંત્રીએ કલાકારો અને ખાસ કરીને મુસ્લિમ પરિવારમાંથી આવતી રશિયન નાગરિક સાતિ કાઝાનોવાની પ્રશંસા કરી હતી. સાતિ કાઝાનોવા પોપ સિંગર હોવા છતાં વેદનાં મંત્રો સુંદર રીતે ગાઈ શકે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતના સાંસ્કૃતિક વારસો રશિયામાં આટલી મોટી સંખ્યામાં લોકપ્રિય છે તે અમારા માટે ગૌરવની વાત છે. પ્રધાનમંત્રીએ લોકોને ઈદ-ઉલ-મિલાદ અને ક્રિસ્મસની શુભેચ્છાઓ પાઠવી હતી અને ઉમેર્યું હતું કે આવતી કાલે (25મી ડિસેમ્બર) ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીનો જન્મદિવસ પણ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની યોગ્ય કદર થાય તે માટે રશિયામાં સતત પ્રયત્નો થઈ રહ્યા છે. તેમણે રશિયામાં 200કરતાં પણ વધુ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેને યાદ કરી હતી.
પ્રધાનંત્રીએ રશિયા અને ભારત વચ્ચે વેપાર અને શૈક્ષણિક સંબંધોને યાદ કર્યા હતા અને ઉમેર્યું હતું કે ભારતના સુખ-દુઃખમાં રશિયા તેની પડખે ઊભું રહ્યું છે. તેમણે કહ્યું હતું કે જ્યારે અમે યુદ્ધકાળમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અમારો સાથ આપ્યો છે અને અમારા જવાનો આ યુદ્ધમાં વિજયપતાકા ફરકાવીને આવ્યા છે. તેમણે બંને દેશો વચ્ચેનો આ સંબંધ મૈત્રીની શક્તિનો હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રશિયાએ હંમેશા ભારતને ટેકો આપ્યો છે.

પ્રધાનમંત્રીએ રશિયામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને રશિયાના લોકોને ભારતના પ્રવાસે મોકલવા પ્રોત્સાહન આપવા જણાવ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે આજે આર્થિક સિદ્ધિઓ માટે ભારતની પ્રશંસા વૈશ્વિક સ્તરે થઈ રહી છે. સમગ્ર વિશ્વ ભારત તરફ આશાભરી મીટ માંડીને બેઠું છે અને રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે વિશ્વાસ સ્થપાયો છે. તેમણે જણાવ્યું કે આ રોકાણ ભારતમાં વિશ્વકક્ષાનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરશે અને વિદ્યાર્થીઓ માટે રોજગારની તકો સર્જશે. દુનિયા આજે ભારતને માત્ર એક બજાર તરીકે જ નહીં, પરંતુ સશક્ત નિર્માણ કેન્દ્ર તરીકે જુએ છે એમ પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના રશિયા પ્રવાસને અત્યંત સફળ ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત અત્યંત સફળ રહી છે.

I.JHALA/GP