Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે ટેલીફોન પર વાર્તાલાપ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ પ્રવિન્દ જુગનાથ સાથે ટેલીફોન પર વાતચીત કરી.

પ્રધાનમંત્રી જુગનાથે ભારતમાં અમ્ફાન ચક્રાવાતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં મોરેશિયસના આરોગ્ય સત્તાધીશોને મદદરૂપ થવાના આશયથી ‘ઓપરેશન સાગર’ અંતર્ગત ભારતે દવાઓ અને 14 સભ્યોની તબીબી ટીમ સાથે નૌસેનાનું જહાજ ‘કેસરી’ મોરેશિયસ મોકલ્યું હતું તે બદલ મોરેશિયસના પ્રધાનમંત્રીએ શ્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારત અને મોરેશિયસ વચ્ચે લોકોથી લોકાના જોડાણને યાદ કર્યું હતું અને કહ્યું હતું કે, કટોકટીના સમયમાં પોતાના તમામ મિત્રો સહકાર આપવા માટે ભારત ફરજથી બંધાયેલું છે.

પ્રધાનમંત્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી જુગનાથના નેતૃત્વમાં તેમના રાષ્ટ્રએ કોવિડ-19 સામે જે રીતે અસરકારક પ્રતિક્રિયા આપી તે માટે તેમની પ્રશંસા કરી હતી કારણ કે તેમના આ પ્રયાસોના કારણે જ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ત્યાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમણે સૂચન કર્યું હતું કે, મોરેશિયસે તેમના શ્રેષ્ઠ આચરણોનું દસ્તાવેજીકરણ કરવું જોઇએ જે બીજા દેશોને અનુસરવામાં મદદરૂપ થઇ શકે છે. ખાસ કરીને જે ટાપુ દેશો આવી આરોગ્ય કટોકટીનો સામનો કરી રહ્યા છે તેમના માટે આ ખૂબ મદદરૂપ થશે.

બંને નેતાઓએ મોરેશિયસના આર્થિક ક્ષેત્રને મદદ કરવાના આશયથી લેવામાં આવતા પગલાં સહિત વિવિધ બાબતોએ સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી અને મોરેશિયસના યુવાનો આયુર્વેદિક અભ્યાસ કરી શકે તે બાબતે પણ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ મોરેશિયસના લોકોના આરોગ્ય અને સુખાકારી માટે તેમને શુભેચ્છા પાઠવી હતી અને બંને દેશો વચ્ચે અનન્ય રીતે હુંફાળા સંબંધો હંમેશા જળવાઇ રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

GP/DS