Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મોઝામ્બિકની નેશનલ એસેમ્બ્લીની મુલાકાત લીધી, માલુઆનામાં સાયન્સ એન્ડ ટેકનોલોજી પાર્ક ખાતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રીએ મોઝામ્બિકની નેશનલ એસેમ્બ્લીની મુલાકાત લીધી, માલુઆનામાં સાયન્સ એન્ડ ટેકનોલોજી પાર્ક ખાતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ આજે માપુટોમાં મોઝામ્બિકની નેશનલ એસેમ્બ્લીની મુલાકાત લીધી હતી. નેશનલ એસેમ્બ્લીના પ્રમુખ સુશ્રી વેરોનિકા માકામો સાથે તેમણે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ માલુઆના ખાતે આવેલા સાયન્સ એન્ડ ટેકનોલોજી પાર્કના સેન્ટર ફોર ઈનોવેશન એન્ડ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને તેમને સેન્ટરમાં કામ કરવાના પોતાના અનુભવો જણાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેઓ ભારતીય શૈક્ષણિક સંસ્થાનોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા.

માપુટો ખાતે ભારતીય સમુદાયના લોકો સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકા, ભારતીય ડાયસ્પોરાને ઓળખ આપનારી સૌપ્રથમ ભૂમિ છે. તેમણે પેઢી દર પેઢી ભારતીય પરંપરાઓ જાળવી રાખવા માટે સમુદાયના લોકોની પ્રશંસા કરી હતી.

AP/TR/GP