Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મુંબઈમાં ઇમારત તૂટી પડવાથી થયેલા જાનમાલનાં નુકસાન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈનાં ડોંગરી વિસ્તારમાં ઇમારત તૂટી પડવાથી થયેલા જાનમાલનાં નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ પોતાનાં સંવેદના સંદેશમાં કહ્યું હતું કે, “મુંબઈનાં ડોંગરી વિસ્તારમાં ઇમારત તૂટી પડવાથી મને દુઃખ થયું છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોનાં પરિવારજનો પ્રત્યે મને લાગણી છે. મને આશા છે કે, ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સાજાં થઈ જશે. મહારાષ્ટ્ર સરકાર, એનડીઆરએફ અને સ્થાનિક સત્તામંડળ રાહત અને સહાયતાનાં કાર્યોમાં લાગેલા છે.”

J. Khunt