પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના મુંબઈમાં બોટ દુર્ઘટનામાં થયેલ જાન હાની પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
X પર પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલએ કહ્યું:
મુંબઈમાં બોટ દુર્ઘટના દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને અધિકારીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે: PM @narendramodi”
“પ્રધાનમંત્રીએ મુંબઈમાં બોટ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.”
The boat mishap in Mumbai is saddening. Condolences to the bereaved families. I pray that the injured recover soon. Those affected are being assisted by the authorities: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2024
The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the boat mishap in Mumbai. The injured would be given Rs. 50,000. https://t.co/EPwReaayYk
— PMO India (@PMOIndia) December 18, 2024