Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહોબા, ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસકીય પ્રોજેક્ટનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રીએ મહોબા, ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસકીય પ્રોજેક્ટનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહોબા, ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસકીય પ્રોજેક્ટનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ આ પ્રાંતમાં જળની સમસ્યાના મુદ્દાને હળવો કરવામાં મદદ કરશે અને ખેડૂતોમાં જરૂરી અત્યંત એવી રાહત પહોંચાડશે. આ પ્રોજેક્ટમાં અર્જુન સહાયક પ્રોજેક્ટ, રતૌલી વિયર પ્રોજેક્ટ, ભાઓની ડેમ પ્રોજેક્ટ અને મઝગાંવચિલી સ્પ્રિંકલર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 3250 કરોડ ઉપર થવા જાય છે અને તેમની કામગીરી મહોબા, હમીરપુર, બાંદા અને લલિતપુર જિલ્લાઓમાં લગભગ 65000 હેક્ટર જમીનની સિંચાઈમાં મદદ કરશે, જેનાથી પ્રદેશના લાખો ખેડૂતોને ફાયદો થશે. આ પ્રોજેક્ટ્સ પ્રદેશને પીવાનું પાણી પણ પૂરું પાડશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબહેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંઘ શેખાવત અને રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.’

ઉપસ્થિત ગણને સંબોધતાં પ્રધાનમંત્રીએ જેમણે ગુલામીના એ યુગમાં ભારતમાં નવી ચેતના જગાડી હતી તેવા ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેમણે ભારતની બહાદુર દીકરી અને બુંદેલખંડનું ગૌરવ એવા રાણી લક્ષ્મીબાઈને જયંતીના આ પ્રસંગની પણ નોંધ લીધી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે કેવી રીતે છેલ્લા સાત વર્ષમાં સરકાર દિલ્હીના બંધ રૂમમાંથી  બહાર આવીને દેશના ખૂણે ખૂણે પહોંચી છે તેનું મહોબા સાક્ષી રહ્યું છે. “આ ભૂમિ એવી યોજનાઓ, એવી ઘોષણાઓની સાક્ષી રહી છે જેણે દેશની ગરીબ માતાદીકરીબહેનોના જીવનમાં પરિવર્તન લાવનારા મોટા અને અર્થપૂર્ણ નિર્ણયો લીધા છે.” તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકમાંથી મુક્ત કરવાની પોતાના વચનની યાદ અપાવી હતી જે ઘોષણા તેમણે મહોબાની ભૂમિ પરથી કરી હતી. આજે આ વચન પૂર્ણ થયું છે. ઉજ્જ્વલા 2.0નો પણ અહીંથી જ પ્રારંભ થયો હતો.

પ્રધાનમંત્રીએ વિચાર્યું કે કેવી રીતે આ વિસ્તાર સમયની સાથે સાથે પાણીના પડકારો અને સ્થળાંતરનું કેન્દ્ર બની ગયો. તેમણે એ ઐતિહાસિક સમયને યાદ કર્યો જ્યારે આ પ્રદેશ તેના જળ વ્યવસ્થાપન માટે જાણીતો હતો. ધીમે ધીમે, અગાઉની સરકારો હેઠળ, આ પ્રદેશને વ્યાપક ઉપેક્ષા અને ભ્રષ્ટ શાસનનો સામનો કરવો પડ્યો હતો. “એવો પણ સમય આવ્યો હતો જ્યારે લોકો પોતાની દીકરીઓને આ પ્રદેશમાં પરણાવતા ખચકાટ અનુભવતા હતા અને અહીંની દીકરીઓએ જ્યાં પાણીનો પુરવઠો હોય તેવા પ્રદેશમાં લગ્ન કરવાની મનોકામના સેવવાનો પ્રારંભ કરી દીધો હતો. મહોબા અને બુંદેલખંડના લોકો આ સવાલનો જવાબ સારી રીતે જાણે છે.” તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ તેમના પરિવાર માટે બુંદેલખંડને લૂંટવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. “તેમણે ક્યારેય તમારા પરિવારોની જળની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી ન હતી.” તે બાબત પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દાયકાઓ સુધી બુંદેલખંડે જોયું છે કે સરકારો તેમને લાંબા સમય સુધી લૂંટતી રહી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બુંદેલખંડની પ્રજાએ પહેલી વાર જોયું છે કે સરકાર તેમના વિકાસ માટે કાર્ય કરી રહી છે. “અગાઉની સરકારો ઉત્તર પ્રદેશને લૂંટતા થાકતી ન હતી જ્યારે અમે કામ કરતા થાકતા નથી.” તેમણે ઉમેર્યું હતું કે જ્યારે રાજ્યના માફીયાઓ બુલડોઝર જૂએ છે તો ઘણા લોકો રડે છે જોકે આ રૂદનથી રાજ્યમાં વિકાસના કાર્યો અટકવાના નથી. તેમ તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને હંમેશાં સમસ્યાના ઘેરામાં રાખવા તે કેટલાક રાજકીય પક્ષોનો આધાર રહ્યો છે. તેઓ સમસ્યાનું આ રાજકારણ ખેલતા હતા અને અમે સમસ્યાના ઉકેલની રાષ્ટ્રીય નીતિને અગ્રતા આપી છે. કેનબેટવા લિંકનો ઉકેલ તમામ હિસ્સેદારો સાથે મસલત કર્યા બાદ અમારી પોતાની સરકારે શોધી કાઢ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભૂતકાળની સરકારોએ ખેડૂતોને માત્ર વંચિત જ રાખ્યા છે. “તેઓ ખેડૂતોના નામે જાહેરાતો કરતા હતા, પરંતુ એક પાઇ પણ ખેડૂત સુધી પહોંચી ન હતી. જ્યારે અમે પીએમ કિસાન સન્માન નિધિ મારફતે અમે અત્યાર સુધીમાં 1,62,000 કરોડ રૂપિયા સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં પહોંચાડ્યા છે.”, તેમ પ્રધાનમંત્રીએ ટકોર કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અમારી સરકાર આ પ્રદેશને રોજગારીમાં આત્મનિર્ભર કરવા વચનબદ્ધ છે અને બુંદેલખંડમાંથી તેમને બહાર જતાં રોકવા માટે કટિબદ્ધ છે. બુંદેલખંડ એક્સપ્રેસવે અને યુપી ડિફેન્સ કોરિડોર આ બાબતના મોટા પુરાવા છે.

પ્રધાનમંત્રીએ આ પ્રદેશના અમૂલ્ય સંસ્કૃતિ અંગે પણ ટકોર કરી હતી અનેકર્મ યોગીના વડપણ હેઠળની  ‘ડબલ એન્જિન સરકારની આ પ્રાંતના વિકાસની વચનબદ્ધતા વ્યક્ત કરી હતી.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad &nbs…