Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં ધુળેની મુલાકાત લીધી; અનેકવિધ વિકાસ યોજનાઓનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં ધુળેની મુલાકાત લીધી; અનેકવિધ વિકાસ યોજનાઓનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં ધુળેની મુલાકાત લીધી; અનેકવિધ વિકાસ યોજનાઓનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં ધુળેની મુલાકાત લીધી; અનેકવિધ વિકાસ યોજનાઓનું અનાવરણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં ધૂળેની મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યમાં વિવિધ યોજનાઓ ખૂલ્લી મૂકી હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સી. વિદ્યાસાગર રાવ, કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી, કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી ડૉ. સુભાષ ભામરે તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
પુલવામામાં પોતાના જીવનનું બલિદાન આપનાર હિંમતવાન સેનાનીઓની પ્રસંશા કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ શોક અને દુઃખના સમયમાં રાષ્ટ્ર તેમની પડખે ઊભુ છે. આતંકી હુમલાના કાવતરાખોરોને આકરો સંદેશો આપતા તેમણે જણાવ્યું હતું કે ભારતની અન્ય કોઈના કામકાજમાં દખલ નહી કરવાની નીતિ રહી છે. આમ છતા કોઈ જો ભારતની બાબતમાં દખલ કરે તો તેને સજા કર્યા વગર છોડવામા આવતા નથી. “હું ભારતના બહાદૂર જવાનોને સલામ તો કરૂં જ છું, સાથે-સાથે આવા બહાદૂર જવાનોને જન્મ આપનાર માતાઓને પણ વંદન કરૂં છું. પુલવામાના આતંકવાદીઓનો એ રીતે ન્યાય કરવામાં આવશે અને દુનિયા સમક્ષ મૂકવામાં આવશે કે જેથી તેને ખ્યાલ આવશે કે આ નવા દ્રષ્ટિકોણ સાથેનું નવું ભારત છે, એક-એક અશ્રુબિંદુનો બદલો લેવાશે.”
પ્રધાનમંત્રીએ પીએમએસકેવાય હેઠળના પંઝારા મિડીયમ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. તેનાથી ધૂળે અને આસપાસના 21 ગામોની 7,585 હેક્ટર જમીનમાં સિંચાઈ થશે અને તે પાણીની અછતવાળા આ વિસ્તાર માટે જીવાદોરી સમાન પૂરવાર થશે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સિંચાઈ યોજના મહારાષ્ટ્ર અને દેશના અન્ય ભાગોમાં સિંચાઈની સ્થિતિમાં સુધારો કરવા માટે હાથ ધરવામાં આવી છે. છેલ્લા 4 વર્ષમાં 99 જેટલી સિંચાઈ યોજનાઓને પૂર્ણ કરવા માટે ફાસ્ટ ટ્રેક પર મૂકવામાં આવી છે. આમાંથી 26 યોજનાઓ એકલા મહારાષ્ટ્રમાં જ છે. પંઝારા પ્રોજેક્ટ એમાંનો એક છે. તેની શરૂઆત 25 વર્ષ પહેલાં માત્ર રૂ. 21 કરોડની રકમથી કરવામાં આવી હતી અને હાલમાં તે રૂ. 500 કરોડના ખર્ચે પૂર્ણ થઈ છે. તે મહારાષ્ટ્રમાં પાણીની તંગી ધરાવતા વિસ્તારમાં પાણી પૂરૂ પાડવાના અમારા પ્રયાસોનું પરિણામ છે.
પ્રધાનમંત્રીએ જલગાંવ-ઉધના રેલ માર્ગનાં ડબલીંગ અને વીજળીકરણ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. છેલ્લા 4 વર્ષમાં રૂ. 2400 કરોડનો આ પ્રોજેક્ટ ફાસ્ટ ટ્રેક પદ્ધતિથી આગળ વધારવામાં આવ્યો હતો જેથી લોકો અને માલસામાનની હેરફેરમાં સરળતા થાય. ઉત્તર અને દક્ષિણ ભારતને જોડતી આ રેલવે લાઈનથી આસપાસની વિસ્તારોના વિકાસની ગતિને વેગ મળશે.
ભુસાવણ-બાંદ્રા ખાન્દેશ એક્સપ્રેસ ટ્રેનને પ્રધાનમંત્રીએ વીડિયો લીંક મારફતે લીલીઝંડી આપી હતી. આ ટ્રેન મુંબઈથી ભુસાવળ વચ્ચે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. પ્રધાનમંત્રીએ નંદુરબાર-ઉધના મેમુ ટ્રેન અને ઉધના- પલાડી મેમુ ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
પ્રધાનમંત્રીએ 51 કી.મી. ધૂળે- નરદાના રેલવે લાઈનની તથા 107 કી.મી.ની જલગાંવ-માનમદની ત્રીજી રેલવે લાઈનનું ભૂમિપૂજન દર્શવાતી તકતીનું અનાવવરણ કર્યું હતું. આ યોજનાઓથી સમય અને રેલવે ટ્રાફિકનું વધુ સારુ વ્યવસ્થાપન થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાઓથી આ વિસ્તારની કનેક્ટિવિટી અને વિકાસને વેગ મળશે અને વિકાસની બાબતમાં ધૂળે સુરત સાથે સ્પર્ધામાં રહેશે.
સુલવાડે-જામફાલ-કાનોલી લીફ્ટ ઈરીગેશન યોજના પણ પ્રધાનમંત્રીએ ખૂલ્લી મૂકી હતી. આ યોજનામાં તાપી નદીમાંથી પાણી લાવવામાં આવશે. બંધ, તળાવો અને નહેરોને તેનો લાભ થતાં 100 ગામના 1 લાખ ખેડૂતોને લાભ મળશે.
પ્રધાનમંત્રીએ અમૃત યોજના હેઠળ ધૂળે શહેર માટે અંદાજે રૂ. 500 કરોડના ખર્ચે હાથ ધરાનારી પાણી પૂરવઠા યોજના અને ભુગર્ભ ગટર પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ પાણી પૂરવઠા યોજનાથી પીવાના પાણીનો સુરક્ષિત પૂરવઠો ઉપલબ્ધ થશે અને પાણીથી વંચિત રહેલા ધૂળે વિસ્તારની સમસ્યાઓનું સમાધાન થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની સરકાર દરેક નાગરિકનું જીવન સરળ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, આયુષમાન ભારત યોજનાથી ખૂબ જ ટૂંકા ગાળામાં 12 લાખ લોકોને લાભ થયો છે, જેમાં મહારાષ્ટ્રના 70 હજાર દર્દીઓનો સમાવેશ થાય છે અને તેમાંથી 1800 ધૂળેના છે. જે લોકો ગરીબ અને સિમાંત સ્થિતિમાં છે તેમના માટે આ યોજના આશાનું કિરણ પૂરવાર થઈ છે.

RP