Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના બુલઢાણામાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના બુલઢાણામાં બસ દુર્ઘટનામાં થયેલા જીવ ગુમાવનારાઓ અંગે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 ની  PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

મહારાષ્ટ્રના બુલઢાણામાં જીવલેણ બસ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. મારા વિચારો અને પ્રાર્થનાઓ એ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.

બુલઢાણામાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com