Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારત રત્ન અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમના જન્મદિને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રીએ ભારત રત્ન અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમના જન્મદિને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમના 91માં જન્મદિવસે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ પોતાનાં સંદેશમાં જણાવ્યું હતું કે “આપણા સૌના વ્હાલા અટલજીને જન્મદિવસની શુભેચ્છાઓ. ભારતને કટોકટીભર્યા સમયે અસાધારણ નેતૃત્વ પૂરું પાડનાર અને મહાન વ્યક્તિત્વ ધરાવતા અટલજીને અમારાં પ્રણામ. અટલજીએ પક્ષના નેતા તરીકે, સાંસદ કે મંત્રી તરીકે, પ્રધાનમંત્રી તરીકેની તમામ ભૂમિકામાં પોતાને વિલક્ષણ સિદ્ધ કર્યા છે. આ તેમની વિશેષતા છે. આજે સાંજે દિલ્હી પહોંચીને હું સીધો જ અટલજીના નિવાસસ્થાને જઈશ અને તેમને વ્યક્તિગત રીતે શુભેચ્છાઓ પાઠવીશ”.

પ્રધાનમંત્રીએ તેમના ટ્વિટર પેજ પર 1946માં અભ્યુદય નામના સાપ્તાહિકમાં પ્રકાશિત થયેલી શ્રી અટલ બિહારી વાજપેયીની કવિતા પણ મૂકી છે.