Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયીનાં માનમાં સ્મારક સિક્કો બહાર પાડ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન શ્રી અટલબિહારી વાજપેયીનાં માનમાં સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, શ્રી વાજપેયીજી આપણી વચ્ચે નથી એ આપણે માની જ શકતાં નથી, તેમને સમાજનાં તમામ વર્ગો ચાહતા હતા તથા તેઓ દિગ્ગજ અને સન્માનીય નેતા હતા.
તેમણે કહ્યું હતું કે, દાયકાઓ સુધી શ્રી વાજપેયીજીએ લોકોની લાગણીઓ અને ભાવના વ્યક્ત કરી હતી. એક વક્તા તરીકે તેઓ અદ્વિતીય હતા, તેઓ દેશનાં ઉત્કૃષ્ટ વક્તાઓમાંનાં એક હતા.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, શ્રી વાજપેયીજીએ તેમની રાજકીય કારકિર્દીનો મોટા ભાગનો સમયગાળો વિપક્ષમાં બેસીને પસાર કર્યો હતો, પણ તેમણે હંમેશા દેશનાં હિતમાં હોય તેવા મુદ્દાઓની રજૂઆત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્રી વાજપેયીજી લોકશાહીને સર્વોપરી બનાવવા ઇચ્છતા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, શ્રી વાજપેયી આપણા બધા માટે પ્રેરણાસ્રોત બની રહેશે.

***

RP