Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને આયર્લેન્ડના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ​​ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન અને આયર્લેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માઇકલ માર્ટિનનો આભાર માન્યો હતો.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા X પર કરવામાં આવેલી પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું:

“મારા પ્રિય મિત્ર, રાષ્ટ્રપતિ @EmmanuelMacron, ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ પર તમારી શુભેચ્છાઓની હું હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગયા વર્ષે આ દિવસે તમારી ગરિમામયી ઉપસ્થિતિ હકિકતમાં આપણી વ્યૂહાત્મક ભાગીદારી અને સ્થાયી મિત્રતામાં એક મહત્વપૂર્ણ બિંદુ હતી. માનવતાના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરતી વખતે પેરિસમાં AI એક્શન સમિટમાં ટૂંક સમયમાં આપણે મળીશું.”

આયર્લેન્ડના પ્રધાનમંત્રી દ્વારા X પર કરવામાં આવેલી પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું:

“પ્રધાનમંત્રી @MichealMartinTD તમારી શુભેચ્છાઓ બદલ આભાર. મને વિશ્વાસ છે કે લોકશાહીમાં સહિયારા વિશ્વાસ અને આસ્થા પર આધારિત ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મિત્રતાના સ્થાયી બંધન આવનારા સમયમાં વધુ મજબૂત બનશે.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com