Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભચાઉમાં પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું; ટપ્પર ડેમ માટે નર્મદાના પાણી છોડી શકાશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભચાઉમાં એક પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના પરિણામે ટપ્પર ડેમ માટે નર્મદાના પાણી છોડી શકાશે.

આ પ્રસંગે એકત્રિત જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે થયેલા ઉદ્ઘાટનથી દરેક કચ્છી માંડુને ગર્વ થશે. તેમણે જળ સંરક્ષણના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો અને ઉમેર્યું હતું કે, કચ્છી માંડુઓ પાણીના એક-એક ટીપાંનું મહત્વ સમજે છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક પછી એક દરેક રાજ્ય સરકારોએ જળ સંરક્ષણ પર ભાર મૂક્યો હતો. અત્યારે નર્મદાના નીરનું કચ્છમાં આગમન થયું છે, ત્યારે આ વિસ્તારની કાયાપલટ થશે તેવું તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, ગુજરાતના અન્ય શહેરોની જેમ ભૂજને આધુનિક બસ પોર્ટ મળશે. તેમણે કહ્યું હતું કે, સરકાર ફક્ત વિકાસલક્ષી અને હકારાત્મક કાર્ય પર ધ્યાન કેન્દ્રીત કરે છે, જે રાજ્યને નવી ઊંચાઈએ લઈ જશે.

AP/J.Khunt/TR