Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેને જનજાતિ ગૌરવ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેને જનજાતિ ગૌરવ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ભગવાન બિરસા મુંડાજીએ માતૃભૂમિના ગૌરવ અને સન્માનની રક્ષા માટે સર્વસ્વ બલિદાન આપ્યું હતું.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

“ભગવાન બિરસા મુંડાજીએ માતૃભૂમિના સન્માન અને ગૌરવની રક્ષા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી દીધું હતું. તેમની જન્મજયંતિ ‘આદિવાસી ગૌરવ દિવસ’ના શુભ અવસર પર તેમને મારા કોટિ-કોટિ વંદન. #JanjatiyaGauravDiwas”

 

AP/GP/JT