Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બેલ્જિયમના મહામહિમ રાજા ફિલિપ સાથે વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેલ્જિયમના મહામહિમ રાજા ફિલિપ સાથે વાત કરી. શ્રી મોદીએ તાજેતરમાં HRH પ્રિન્સેસ એસ્ટ્રિડના નેતૃત્વમાં ભારત આવેલા બેલ્જિયમના આર્થિક મિશનની પ્રશંસા કરી. બંને નેતાઓએ મજબૂત દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા, વેપાર અને રોકાણને વેગ આપવા અને નવીનતા અને ટકાઉપણામાં સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી.

X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:

“બેલ્જિયમના મહામહિમ રાજા ફિલિપ સાથે વાત કરવાનો આનંદ થયો. તાજેતરમાં HRH પ્રિન્સેસ એસ્ટ્રિડના નેતૃત્વમાં ભારતમાં  આવેલા બેલ્જિયમના આર્થિક મિશનની પ્રશંસા કરી. અમે અમારા મજબૂત દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા, વેપાર અને રોકાણને વેગ આપવા અને નવીનતા અને ટકાઉપણામાં સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી.

@MonarchieBe”

AP/IJ/GP/JD