Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બિહાર માટે રૂ. 33,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું અને જણાવ્યું કે, પૂર્વ ભારત અને બિહારનો વિકસાવ પ્રાથમિકતા છે

પ્રધાનમંત્રીએ બિહાર માટે રૂ. 33,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું અને જણાવ્યું કે, પૂર્વ ભારત અને બિહારનો વિકસાવ પ્રાથમિકતા છે

પ્રધાનમંત્રીએ બિહાર માટે રૂ. 33,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું અને જણાવ્યું કે, પૂર્વ ભારત અને બિહારનો વિકસાવ પ્રાથમિકતા છે

પ્રધાનમંત્રીએ બિહાર માટે રૂ. 33,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું અને જણાવ્યું કે, પૂર્વ ભારત અને બિહારનો વિકસાવ પ્રાથમિકતા છે


બિહારમાં માળખાગત, કનેક્ટિવિટી, ઊર્જા સુરક્ષા અને હેલ્થકેર સેવાઓનાં ક્ષેત્રોમાં વિકાસલક્ષી પ્રોજેક્ટને પ્રોત્સાહન આપતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બરૌનીમાં રૂ. 33,000 કરોડનાં મૂલ્યનાં પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે બિહારનાં રાજ્યપાલ લાલજી ટંડન, મુખ્યમંત્રી નીતિશકુમાર, નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી, કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મંત્રી રામવિલાસ પાસવાન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રધાનમંત્રીએ અનેકવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યા પછી જનસભાને સંબોધિત કરી હતી.

પ્રધાનમંત્રીએ એક બટન દબાવીને અંદાજે રૂ. 13,365 કરોડનાં પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટનું ડિજિટલ શિલારોપણ કર્યંર હતું. આ મેટ્રો રેલ બે કોરિડોર ધરાવશે – એક કોરિડોર દાણાપુરથી મીઠાપુર સુધી અને બીજો કોરિડોર પટણા રેલવે સ્ટેશનથી ન્યૂ આઇએસબીટી સુધી. આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ થશે તેમજ પટણા અને આસપાસનાં વિસ્તારોમાં જાહેર પરિવહનની સુવિધાને સરળ બનાવશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જગદીશપુર-વારાણસી નેચરલ ગેસ પાઇપલાઇનનાં ફુલપુરથી પટણા પટ્ટાનું ઉદ્ઘાટન કર્યું હતું. પોતે જે પ્રોજેક્ટનું શિલારોપણ કરે છે એને કાર્યરત પણ કરવો એવા પોતાના વિઝનનું અન્ય એક ઉદાહરણ ગણાવીને પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, તેમણે જુલાઈ, 2015માં આ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આ પ્રોજેક્ટથી સ્થાનિક ઉદ્યોગને ગેસનો પુરવઠો સુનિશ્ચિત થશે અને બરૌનીનાં ખાતરનાં કારખાનાને નવજીવન મળશે તેમજ પટણામાં પાઇપ ગેસનો પુરવઠો શરૂ પણ થશે. ગેસ આધારિત ઇકોસિસ્ટમ આ વિસ્તારમાં યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન કરશે.”

આ વિસ્તાર માટે પોતાની પ્રાથમિકતા પર પ્રકાશ ફેંકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, “સરકાર પૂર્વ ભારત અને બિહારનાં સંપૂર્ણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે.” પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજના હેઠળ વારાણસી, ભુવનેશ્વર, કટક, પટણા, રાંચી અને જમશેદપુર ગેસ પાઇપલાઇન મારફતે જોડાઈ ગયા છે. પ્રધાનમંત્રીએ પટણા સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે પટણા શહેર અને આસપાસનાં વિસ્તારોમાં પાઇપ ગેસનો પુરવઠો પ્રદાન કરશે.

આ વિવિધ પ્રોજેક્ટથી જોડાણ વધશે, ખાસ કરીને પટણા અને નજીકનાં વિસ્તારોમાં તેમજ ઊર્જાની ઉપલબ્ધતામાં વધારો થશે.

પ્રધાનમંત્રીએ ગરીબોનાં ઉત્થાન માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, “એનડીએ સરકારનું વિકાસનું વિઝન દ્વિસ્તરીય છેઃ માળખાગત વિકાસ અને સમાજનાં વંચિત સમુદાયોનું ઉત્થાન, જેઓ 70 વર્ષથી મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.”

તેમણે બિહારમાં હેલ્થકેર સિસ્ટમનાં વિસ્તરણનું લોકાર્પણ કરીને કહ્યું હતું કે, “આ હેલ્થકેર ક્ષેત્રનાં માળખાગત વિકાસની દ્રષ્ટિએ ઐતિહાસિક દિવસ છે. જ્યારે છાપરા અને પૂર્ણિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ થશે, ત્યારે ગયા અને ભાગલપુરમાં મેડિકલ કોલેજોનું અપગ્રેડેશન થશે.” તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે એમ્સ પટણામાં આવી છે, ત્યારે રાજ્યમાં લોકોની હેલ્થકેરની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વધુ એક એમ્સ સ્થાપિત થઈ રહી છે.”
પ્રધાનમંત્રીએ પટણામાં રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનાં પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે 96.54 કિલોમીટરમાં ફેલાયેલા કર્માલિચક સુએજ નેટવર્ક માટે શિલારોપણ પણ કર્યું હતું. બાઢ, સુલતાનગંજ અને નૌગાચિયામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે સંબંધિત કામગીરી પણ પ્રધાનમંત્રીએ શરૂ કરાવી હતી. તેમણે વિવિધ સ્થળો પર 22 અમૃત પ્રોજેક્ટ માટે શિલારોપાણ કર્યું હતું.

પુલવામામાં આતંકવાદી હુમલા પછી દેશમાં પેદા થયેલા પીડા, ગુસ્સા અને આક્રોશનાં સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જે આગ તમારાં હૃદયમાં છે, એ જ આગ મારાં દિલમાં છે.” પ્રધાનમંત્રીએ પટણામાં શહીદ કોન્સ્ટેબલ સંજય કુમાર સિંહા અને ભાગલપુરનાં શહીદ રતન કુમાર ઠાકુરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમણે દેશ માટે શહીદ થયાં હતાં અને જણાવ્યું હતું કે, મુશ્કેલીની આ ઘડીમાં શહીદોનાં પરિવાર સાથે આખો દેશ ઊભો છે.

પ્રધાનમંત્રીએ 9 એમએમટી એવીયુની ક્ષમતા ધરાવતી બરૌની રિફાઇનરી એક્સપાન્શન પ્રોજેક્ટનું શિલારોપણ કર્યું હતું. તેમણે દુર્ગાપુરથી મુઝફ્ફરપુર અને પટણા સુધી પારાદીપ-હલ્દિયા-દુર્ગાપુર એલપીજી રિફાઇનરીનાં વિસ્તરણ માટે શિલારોપાણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ બરૌની રિફાઇનરીમાં એટીએફ હાઇડ્રોટ્રીટિંગ યુનિટ (ઇન્ડજેટ) માટે શિલારોપાણ પણ કર્યું હતું. આ વિવિધ પ્રોજેક્ટ શહેર અને આસપાસનાં વિસ્તારમાં ઊર્જાની ઉપલબ્ધતામાં નોંધપાત્ર વધારો કરશે.

આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ એમોનિયા-યુરિયા ફર્ટિલાઇઝર કોમ્પ્લેક્સનું શિલોરાપણ કર્યું હતું. એનાથી ખાતરનાં ઉત્પાદનને વેગ મળશે.

પ્રધાનમંત્રીએ નીચેનાં ક્ષેત્રો પર રેલવે લાઇન્સનાં ઇલેક્ટ્રિફિકેશનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું: બરૌની-કુમેદપુર, મુઝફ્ફરપુર-રક્સૌલ, ફતુહા-ઇસ્લામપુર, બિહારશરીફ-દાનિયાવણ. આ પ્રસંગે રાંચી-પટણા એસી વીકલી એક્સપ્રેસ ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીનું આગામી મુકામ ઝારખંડમાં રાંચી છે, જેમાં તેઓ હઝારીબાગ અને રાંચીની મુલાકાત લેશે. તેઓ હઝારીબાગ, દુમ્કા અને પલમૌમાં હોસ્પિટલો માટે શિલોરાપણ કરશે તેમજ વિવિધ શ્રેણીબદ્ધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે.

RP