Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બિહાર દિવસ પર બિહારના લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહાર દિવસ પર બિહારના લોકોને શુભેચ્છા પાઠવી. શ્રી મોદીએ બિહારના સમૃદ્ધ વારસા, ભારતીય ઇતિહાસમાં તેના યોગદાન અને રાજ્યના વિકાસને આગળ ધપાવવામાં તેના લોકોની અવિરત ભાવનાની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“વીર અને મહાન વિભૂતિઓની પવિત્ર ભૂમિ બિહારના મારા બધા ભાઈઓ અને બહેનોને બિહાર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારતીય ઇતિહાસને ગૌરવ અપાવનાર આપણું રાજ્ય આજે તેની વિકાસ યાત્રાના એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં બિહારના મહેનતુ અને પ્રતિભાશાળી લોકોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાનું કેન્દ્ર એવા આ રાજ્યના સર્વાંગી વિકાસ માટે આપણે કોઈ કસર છોડીશું નહીં.”

****

 

AP/IJ/GP/JT