Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાન્ત સમારોહમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાન્ત સમારોહમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાન્ત સમારોહમાં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનૌ ખાતે બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાન્ત સમારંભમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે એક તરફ, 21મી સદીમાં ભારતની પ્રગતિથી તેઓ ખુશ છે, એવી પ્રગતિ, જેમાં સમગ્ર દેશ યુવાશક્તિથી ભરપૂર છે, જેમાં યુવાન સ્વપ્નો છે અને યુવાન સંકલ્પો છે. તેમણે જણાવ્યું કે, યુવાશક્તિ, ભારતની શક્તિનો સ્ત્રોત છે.

બીજી તરફ, પ્રધાનમંત્રીએ તાજેતરમાં જ હૈદરાબાદમાં એક યુવાને કરેલી આત્મહત્યાની યાદ અપાવતાં જણાવ્યું હતું કે તેઓ એ યુવાનના પરિવારનું દર્દ અનુભવી અને સમજી શકે છે. તેમણે જણાવ્યું કે જે કોઈ પણ કારણ હોય, એક માતાએ તેનો પુત્ર ખોયો છે, ભારત માતાએ તેનો એક પુત્ર ખોયો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની સરકાર બાબાસાહેબ આંબેડકરે દર્શાવેલા માર્ગે ચાલશે અને સમસ્યાઓમાંથી બહાર નીકળી શકાય, સમાધાન શોધી શકાય તેવો માહોલ સર્જવા કાર્યરત રહેશે.
પ્રધાનમંત્રીએ ડો. આંબેડકરના અર્થશાસ્ત્રને લગતા વિચારોની યાદ અપાવી હતી અને જણાવ્યું હતું કે સરકાર યુવાનોને જોબ સીકર – નોકરી ઈચ્છુક નહીં, પરંતુ જોબ ક્રીએટર – નોકરી સર્જક બનાવવાની દિશામાં કાર્યરત છે.

પ્રધાનમંત્રીએ ડૉ. આંબેડકરે શિક્ષણના મહત્ત્વ વિશે શું જણાવ્યું હતું તેનો ઉલ્લેખ કરીને નોંધ્યું હતું કે તેમણે અનેક પ્રતિકૂળ પરિસ્થિતિ છતાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી.

પ્રધાનમંત્રીએ એમ પણ નોંધ્યું હતું કે ડૉ. આંબેડકરે એ સમયે ભારત પરત ફરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને પોતાનું સમગ્ર જીવન સમાજના નબળા વર્ગના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું હતું. પ્રધાનમંત્રીએ દીક્ષા મેળવી રહેલા યુવાનોને ડૉ. આંબેડકરના ઉદાહરણને અનુસરવા તેમજ નબળા અને કચડાયેલા વર્ગની સેવા કરવા અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ યુનિવર્સિટીમાં અતિ આધુનિક સ્ટુડન્ટ એક્ટિવિટી સેન્ટર સ્થાપવા માટે શિલાન્યાસ કર્યો હતો.

J.Khunt