Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બસવા જયંતી 2017ના ઉદ્ઘાટન સમારંભ અને બસવા સમિતિની સુવર્ણ જયંતીની ઉજવણી સમારંભમાં સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ બસવા જયંતી 2017ના ઉદ્ઘાટન સમારંભ અને બસવા સમિતિની સુવર્ણ જયંતીની ઉજવણી સમારંભમાં સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં બસવા જયંતી 2017 અને બસવા સમિતિની સુવર્ણ જયંતી સમારંભના ઉદ્ઘાટન સમારંભના પ્રસંગે 23 ભાષાઓમાં અનુવાદિત બસવાન્નનાં પવિત્ર વચનોનું લોકાર્પણ કર્યું હતું અને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનો ઇતિહાસ પરાજય, ગરીબી કે સંસ્થાનવાદનો જ નથી. ભારતે સુશાસન, અહિંસા અને સત્યાગ્રહનો સંદેશ આપ્યો હતો તેવું તેમણે ઉમેર્યું હતું.

મહાન સમાજ સુધારક બસવેશ્વરને શ્રદ્ધાંજલિ આપતા તેમણે જણાવ્યું હતું કે, બસવેશ્વરે કેટલીક સદી અગાઉ લોકતાંત્રિક વ્યવસ્થાનું સ્વપ્ન સેવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણી માતૃભૂમિને મહાન વ્યક્તિઓનું વરદાન મળ્યું છે, જેમણે આપણા સમાજમાં પરિવર્તનનો પવન ફૂંક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આપણા સમાજમાં સુધારાની જરૂર પેદા થઈ છે, ત્યારે આપણી અંદરથી સુધારો થયો છે અને આપણી અંદર સામાજિક સુધારકોએ પહેલ કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મુસ્લિમ સમુદાયની અંદર સુધારકો બહાર આવશે, જેથી કેટલીક મુસ્લિમ મહિલાઓને “ટ્રિપલ તલાક”ને કારણે વેઠવી પડતી પીડાનો અંત આવશે. તેમણે વિનંતી કરી હતી કે, મુસ્લિમ સમુદાયે આ મુદ્દાને રાજકીય ચશ્માથી ન જોવો જોઈએ.

ગુરુ બસવેશ્વરના વચનોને સુશાસન માટે આધારભૂત ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હાઉસિંગ, વીજળી અને માર્ગ જેવા વિકાસના ફળ કોઈ પણ પ્રકારના ભેદભાવો વિના તમામ સુધી પહોંચવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, આ જ “સબકા સાથ, સબકા વિકાસ”નો સાચો સાર છે.

પ્રધાનમંત્રીએ લંડનમાં નવેમ્બર, 2015ના પ્રસંગને યાદ કર્યો હતો, જ્યારે તેમણે ભગવાન બસવેશ્વરની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું.

આ કાર્યક્રમ પછી પ્રધાનમંત્રી દર્શકો વચ્ચે કન્નડ ભાષાના મહાન વિદ્વાન સ્વ. શ્રી એમ એમ કલબુર્ગીના કુટુંબના સભ્યોને મળવા ગયા હતા.

TR