Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બલિયા ખાતેથી પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો આરંભ કરાવ્યો; ત્રણ વર્ષોમાં પાંચ લાખ લાભાર્થીઓને રાંધણ ગેસનાં જોડાણો અપાશે

પ્રધાનમંત્રીએ બલિયા ખાતેથી પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો આરંભ કરાવ્યો; ત્રણ વર્ષોમાં પાંચ લાખ લાભાર્થીઓને રાંધણ ગેસનાં જોડાણો અપાશે

પ્રધાનમંત્રીએ બલિયા ખાતેથી પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો આરંભ કરાવ્યો; ત્રણ વર્ષોમાં પાંચ લાખ લાભાર્થીઓને રાંધણ ગેસનાં જોડાણો અપાશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બલિયા ખાતેથી પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો આરંભ કરાવ્યો હતો. આ યોજના હેઠળ આગામી ત્રણ વર્ષોમાં ગરીબી રેખા નીચે જીવતા પાંચ કરોડ લાભાર્થીઓને રાંધણ ગેસનાં જોડાણો પૂરાં પાડવાનું ધ્યેય છે.

પહેલી મેના રોજ શ્રમ દિવસ ઉજવવામાં આવે છે, તેમ નોંધીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ સદીમાં વિશ્વભરના તમામ શ્રમિકોનું ધ્યેય વિશ્વને જોડવાનું હોવાનું જોઈએ.

કેન્દ્ર સરકારનું મુખ્ય ધ્યેય ગરીબોનું કલ્યાણ હોવાનું ફરી યાદ દેવડાવતા પ્રધાનમંત્રીએ, છેલ્લાં બે વર્ષોમાં કેન્દ્ર સરકારે શ્રમિકોના કલ્યાણ માટે વિવિધ પગલાં લીધાં હોવાનું જણાવ્યું હતું.

તેમણે નોંધ્યું હતું કે શ્રમિકોની સુવિધા માટે શ્રમ સુવિધા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે અને શ્રમિકોને શ્રમિક ઓળખ નંબર (લેબર આઈડેન્ટિટી નંબર) આપવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રીએ બલિયા ક્રાંતિકારી મંગલ પાંડેની ભૂમિ હોવાનું યાદ કરાવતા જણાવ્યું હતું કે પૂર્વીય ઉત્તર પ્રદેશના વિકાસ આડે દાયકાઓથી અવરોધો રહ્યા હતા, પરંતુ હવે આ વિસ્તારમાં કનેક્ટિવિટી મજબૂત બનાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશના વિકાસ માટે ધરખમ સંસાધનો ફાળવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં વીજળીકરણ બાબતે ઝડપી પ્રગતિ જોવા મળી છે. તેમણે જણાવ્યું કે ગરીબી સામે લડવા માટે આપણને તાકાત મળી રહે એ માટે વિકાસનાં પરિણામોનો લાભ ભારતના પૂર્વીય વિસ્તારો સુધી પહોંચવો જ જોઈએ.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર ચૂંટણી લક્ષી લાભોથી પ્રેરાઈને નહીં, પરંતુ ગરીબોના કલ્યાણને ધ્યાનમાં રાખીને યોજનાઓ ઘડવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના ગરીબોને, અને ખાસ કરીને મહિલાઓને લાભદાયક નીવડશે.

AP/J.Khunt