Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બંધારણ દિવસની ચર્ચા દરમિયાન રાજ્યસભામાં પોતાના સંબોધનમાં ડો.આંબેડકરના અનુકરણીય યોગદાનનું સ્મરણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ભારતનું બંધારણ માત્ર કાયદા વિશે જ નથી, પરંતુ આ એક સામાજીક દસ્તાવેજ પણ છે. તેમણે કહ્યું કે જ્યારે પણ આપણને માર્ગદર્શન તેમજ પ્રેરણાની જરૂર પડે છે, તો આપણે તેના પાના ઉથલાવી શકીએ છીએ. પ્રધાનમંત્રી બંધારણ નિર્માતા ડૉ. બી.આર.આંબેડરકરની 125મી જયંતી પર બંધારણ દિવસના ઉપલક્ષ્યમાં આયોજીત ચર્ચા દરમિયાન બોલી રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે બંધારણ આપણને એકબીજા સાથે મળીને આગળ વધવાની શકિત પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે આ બંધારણ સભાના દરેક સદસ્યોને શ્રદ્ધાંજલિ આપવાનો એક મહત્વપૂર્ણ અવસર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્ર ડો.બાબાસાહેબ આંબેડકરના અનુકરણીય યોગદાનની ઉપેક્ષા ન કરી શકે અથવા તેને ભૂલાવી પણ ન શકે.

પ્રધાનમંત્રીએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના પોતાના વિઝનની રૂપરેખા પ્રસ્તુત કરી, જેનો ઉલ્લેખ તેમણે પ્રથમ વખત સરદાર પટેલની જયંતી પર ‘એકતા દોડ’ દરમિયાન કર્યો હતો.

પોતાના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ ડો.આંબેડકર, શ્રી જવાહરલાલ નહેરુ, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન તેમજ શ્રી મેક્સ મૂલરનો ઉલ્લેખ કર્યો અને તેમના વિઝનનાં વિભિન્ન પાસાઓ પર પ્રકાશ ફેંક્યો.

AP/j.Khunt/DK