Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G20 સમિટ અંતર્ગત ફ્રાંસ રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત પ્રમુખ મેક્રોનની ભારતની મુલાકાત અને જૂનમાં ઇટાલીમાં G7 શિખર સંમેલન અંતર્ગત તેમની બેઠક બાદ આ વર્ષે બંને નેતાઓ વચ્ચેની આ ત્રીજી બેઠક હતી.

મીટિંગ દરમિયાન બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટેના તેમના સહિયારા વિઝનની પુનઃ પુષ્ટિ કરી તેમજ ક્ષિતિજ 2047 રોડમેપ અને અન્ય દ્વિપક્ષીય ઘોષણાઓમાં દર્શાવેલ દ્વિપક્ષીય સહયોગ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી માટે પોતાના દ્રષ્ટિકોણની પુષ્ટી કરી હતી. તેઓએ સંરક્ષણ, અંતરિક્ષ અને નાગરિક પરમાણુ ઉર્જા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રાપ્ત કરેલી પ્રગતિની પ્રશંસા કરી અને વ્યૂહાત્મક સ્વાયત્તતા પ્રત્યે તેમની સહિયારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવાના દૃષ્ટિકોણથી તેને વધુ વેગ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેઓએ ભારતના રાષ્ટ્રીય સંગ્રહાલય પ્રોજેક્ટ પર સહકારની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી.  

બંને નેતાઓએ ડિજિટલ ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રો સહિત વેપાર, રોકાણ અને તકનીકી સંબંધોને મજબૂત બનાવવાની સાથે-સાથે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારત ફ્રાન્સ ભાગીદારી પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ ફ્રાન્સમાં આગામી AI એક્શન સમિટનું આયોજન કરવા માટે રાષ્ટ્રપતિ મેક્રોનની પહેલને આવકારી હતી.

બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક સહિત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેઓએ બહુપક્ષીયવાદને પુનર્જીવિત કરવા અને સુધારણા કરવા તેમજ સ્થિર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના નિર્માણમાં મદદ કરવા સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com