Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ફિડેલ કાસ્ટ્રોના અવસાન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ક્યુબાના નેતા ફિડેલ કાસ્ટ્રોના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું ક્યુબાની સરકાર અને જનતાને ફિડેલ કાસ્ટ્રોના અવસાન પર મારી હૃદયપૂર્વકની દિલસોજી વ્યક્ત કરું છું.

અમે આ મુશ્કેલ સમયમાં ક્યુબાની સરકાર અને જનતાની સાથે છીએ.

ફિડેલ કાસ્ટ્રો 21મી સદીના ઐતિહાસિક નેતાઓ અને શાસકોમાંના એક હતા. ભારતને મહાન મિત્ર ગુમાવવાનું દુઃખ છે.”