Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ “પ્રેસિડન્ટ પ્રણવ મુખર્જી – એ સ્ટેટ્સમેન” નામની ફોટો બુકનું વિમોચન કર્યું

પ્રધાનમંત્રીએ “પ્રેસિડન્ટ પ્રણવ મુખર્જી – એ સ્ટેટ્સમેન” નામની ફોટો બુકનું વિમોચન કર્યું

પ્રધાનમંત્રીએ “પ્રેસિડન્ટ પ્રણવ મુખર્જી – એ સ્ટેટ્સમેન” નામની ફોટો બુકનું વિમોચન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ફોટો બુક “પ્રેસિડન્ટ પ્રણવ મુખર્જી – અ સ્ટેટ્સમેન”નું વિમોચન કર્યું હતું. તેમણે પુસ્તકની પ્રથમ નકલ રાષ્ટ્રપતિને ભેટમાં આપી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમના મતે એક સમાજ તરીકે આપણે ઇતિહાસ પ્રત્યે વધારે જાગૃત થઈ શકીએ અને આપણાં ઇતિહાસનાં પાસાંઓનું વધુ સારી રીતે જતન કરી શકીએ.

તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ પદ એક પ્રોટોકલથી વધારે છે. આ પુસ્તકમાં વિવિધ ફોટોગ્રાફમાં આપણે આપણાં રાષ્ટ્રપતિનાં વ્યક્તિત્વનું માનવીય પાસું જોઈએ છીએ અને આપણને તેમનાં પર ગર્વ થાય છે.
શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધીની બે તસ્વીરો – એક સાવરણા સાથે અને બીજો, માઇક્રોસ્કોપમાં કશુંક જોતાં, એ દર્શાવે છે કે તેઓ કેટલું વિવિધતાસભર વ્યક્તિત્વ ધરાવતાં હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અખબારો નેતાનાં કેટલાંક પાસાં પ્રસ્તુત કરે છે, પણ અખબારોમાં જે પ્રકાશિત થાય તેનાં કરતાં વધારે પાસાં એક નેતા ધરાવતા હોય છે.

તેમણે જણાવ્યું હતું કે, તેમને શ્રી પ્રણવ મુખર્જી સાથે કામ કરવાની તક મળી એ તેમનું સૌભાગ્ય છે. પોતાનાં અનુભવોનો યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેટલીક વખત તેમને વિવિધ વિચારસરણી ધરાવતાં નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કામ કરવાની તક મળી છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે તેઓ દિલ્હી આવ્યાં હતાં, ત્યારે “પ્રણવ દા” જેવા લોકોએ તેમને માર્ગદર્શન આપ્યું હતું એ વાતને તેઓ ક્યારેય નહીં ભૂલે. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પિતાની જેમ તેમને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ તેમને પર્યાપ્ત આરામ કરવાની અને પોતાનું સ્વાસ્થ્ય જાળવવાની પણ સલાહ આપી હતી.

J.Khunt