Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રગતિ મારફતે વાતચીત કરી પોતાનાં બીજા કાર્યકાળમાં પ્રગતિની પહેલી બેઠકમાં પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધી તમામ માટે મકાનની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત અને સુગમ ભારત અભિયાન જેવી મુખ્ય યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી પ્રધાનમંત્રીએ રાજ્યોને અપીલ કરી કે તેઓ અત્યારે ચોમાસા દરમિયાન જળ સંરક્ષણ પર મહત્તમ ધ્યાન આપો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અતિ-સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિમોડલ પ્લેટફોર્મ – પ્રગતિ મારફતે આજે 30મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

કેન્દ્ર સરકારનાં નવા કાર્યકાળમાં આ પ્રગતિની પહેલી બેઠક હતી.

અગાઉનાં કાર્યકાળમાં પ્રગતિ મારફતે યોજાયેલી 29 બેઠકોમાં 12 લાખ કરોડ રૂપિયાથી વધારેનું કુલ રોકાણ ધરાવતી 257 પરયોજનાઓની સમીક્ષા થઈ હતી. 47 કાર્યક્રમો/યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. 17 ક્ષેત્રો (21 વિષયો)માં લોકફરિયાદોનાં સમાધાનની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ આજે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) સાથે સંબંધિત ફરિયાદોનાં સમાધાનની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે કેન્દ્ર સરકારની આ કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો કે, કોઈ પણ પરિવાર વર્ષ 2022 સુધી બેઘર નહિં હોય અને અધિકારીઓને પ્રેરિત કર્યા હતા કે, તેઓ આ ઉદ્દેશને હાંસલ કરવાની દિશામાં મહેનતથી કાર્ય કરે અને માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર કરે. પ્રધાનમંત્રીએ નાણાકીય સેવાઓનાં વિભાગ સાથે જોડાયેલી જનફરિયાદોનાં સમાધાનની પણ સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારતની કાર્યપદ્ધતિનાં વિસ્તારનો અભ્યાસ કરીને તેમને જણાવ્યું હતું કે, આશરે 35 લાખ લાભાર્થીઓ હોસ્પિટલમાં ભરતી થઈને સારવારની સુવિધાનો લાભ મેળવી ચૂક્યાં છે અને અત્યાર સુધી 16,000 હોસ્પિટલ આ યોજનામાં સામેલ થઈ છે. પ્રધાનમંત્રીએ આ રાજ્યો સાથે વાતચીત કરવાનું આહવાન કર્યું છે, જે યોજનામાં સર્વશ્રેષ્ઠ કાર્યપદ્ધતિ અને સુધારામાં મદદ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, મહાત્વાકાંક્ષી જિલ્લાઓમાં યોજનાનાં લાભ અને સકારાત્મક પ્રભાવ વિશે એક અભ્યાસ થવો જોઈએ. તેમણે એ જાણકારી પણ મેળવી હતી કે, આ યોજનાનાં દુરુપયોગ અને ગોટાળાનાં ક્યારેક બહાર આવતાં કિસ્સાઓને અટકાવવા માટે કયાં પગલા ઉઠાવવામાં આવ્યાં છે.

સુગમ્ય ભારત અભિયાનની પ્રગતિની સમીક્ષા કરીને પ્રધાનમંત્રીએ જાહેર સંકુલો સુધી પહોંચવામાં દિવ્યાંગજનોને પડતી મુશ્કેલીઓનાં સંબંધમાં જાણકારી એકત્ર કરવાની એક સિસ્ટમ ઊભી કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે દિવ્યાંગજનો માટે પહોંચ વધારવાનું સમાધાન શોધવામાં લોકોને વધુ ભાગીદાર થવા અને સંવેદનશીલતાનું આહવાન કર્યું હતું.

જલશક્તિનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ રાજ્યોને અપીલ કરી હતી કે, તેઓ હાલ ચોમાસા દરમિયાન જળ સંરક્ષણની દિશામાં મહત્તમ પ્રયાસ કરે.

પ્રધાનમંત્રીએ રેલવે, માર્ગ ક્ષેત્રમાં આઠ મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાની યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ યોજનાઓ બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, હિમાચલપ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફેલાયેલી છે.

RP