Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રગતિ મારફતે આદાનપ્રદાન કર્યું

પ્રધાનમંત્રીએ પ્રગતિ મારફતે આદાનપ્રદાન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રો-એક્ટિવ ગવર્નન્સ (અતિ-સક્રિય શાસન) અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિ પર તેમના 19મા આદાનપ્રદાનની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રીએ પોસ્ટલ સેવાઓ સાથે સંબંધિત ફરિયાદોના નિવારણ અને સંચાલન માટે થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોસ્ટલ સેવાઓનું મહત્વ એક વખત ફરી વધી રહ્યું છે. તેમણે પ્રક્રિયાઓમાં કયા પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે અને તેમાં ચૂક બદલ જવાબદાર અધિકારીઓ સામે કેવા પગલાં લેવામાં આવ્યા છે એ અંગે જાણકારી માગી હતી. તેમણે પોસ્ટ વિભાગમાં માનવ સંસાધનના વ્યવસ્થાપન, તેમાં તબક્કાવાર અને વ્યવસ્થિત સુધારો કરવા અને માળખાગત સુવિધાઓને મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ કેટલાક રાજ્યોમાં નિર્માણાધિન રેલવે, માર્ગ અને વીજ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ રાજ્યોમાં હિમાચલપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, ઓડિશા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સામેલ છે.

પ્રધાનમંત્રીએ ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ (સીસીટીએનએસ)ની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે રાજ્યોને આ નેટવર્કને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી, જેથી કાયદા અને શાસનના હિતમાં તેનો મહત્તમ લાભ લઈ શકાય અને અપરાધીઓને સજા કરી શકાય.

AP/J.Khunt/TR/GP