Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રીએ પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે, પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ, જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના માનવતાવાદી યોગદાનને ઉજાગર કરે છે, જેમણે બીજા વિશ્વયુદ્ધને કારણે ઘરવિહોણા થયેલા પોલેન્ડના બાળકોને આશ્રય અને સંભાળની ખાતરી આપી હતી. શ્રી મોદીએ પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાની ઝલક પણ શેર કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

માનવતા અને કરુણા એ ન્યાયી અને શાંતિપૂર્ણ વિશ્વના મહત્વપૂર્ણ પાયા છે. વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ, જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના માનવતાવાદી યોગદાનને ઉજાગર કરે છે, જેમણે બીજા વિશ્વયુદ્ધને કારણે ઘરવિહોણા થયેલા પોલિશ બાળકોને આશ્રય અને સંભાળની ખાતરી આપી હતી. પોલેન્ડમાં જામ સાહેબને પ્રેમથી ડોબરી મહારાજા તરીકે યાદ કરવામાં આવે છે.

સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી. આ રહી કેટલીક ઝલક.”

AP/GP/JD