Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પોલીસ મહાનિદેશકોના સંમેલનને સંબોધ્યું

પ્રધાનમંત્રીએ પોલીસ મહાનિદેશકોના સંમેલનને સંબોધ્યું

પ્રધાનમંત્રીએ પોલીસ મહાનિદેશકોના સંમેલનને સંબોધ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કચ્છના ધોરડોમાં પોલીસ મહાનિદેશકોના અધિવેશનના ત્રીજા અને છેલ્લા દિવસે સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ અધિવેશન દરમિયાન અનુભવેલી ચર્ચાની ગુણવત્તા અને ઊંડાણ પ્રત્યે પસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ પોલીસ ફોર્સમાં રહેલી વ્યવસાયિક યોગ્યતા અને સમર્પણ દર્શાવે છે. તેમણે અધિવેશન દરમિયાન ઉભરી આવેલી ભલામણોના અમલીકરણ માટે એક સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવા હાંકલ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ચર્ચા અને મંતવ્યોમાં દેશભરના જુનિયર અને સીનીયર બંને અધિકારીઓ સામેલ હતા, જે નવો ચીલો ચાતરવામાં મદદ કરશે, અને આ એક ખુબ નોંધપાત્ર સિદ્ધિ છે.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંવેદનશીલતા એ પોલીસ વિભાગનું એક મહત્વનું તત્વ છે, અને એક એવું લવચીક સંસ્થાકીય માળખું બનાવવું જોઈએ જે પોલીસ દળને નાગરિકોને સંવેદનશીલતાથી સમજવામાં મદદરૂપ બને. તેમણે કહ્યું કે પોલીસ દળોએ આ માટે સ્થાનિક સમુદાયોમાં સંપર્કો બનાવવા જોઈએ. અને સંપર્કો સ્થાવાનો એક ઉત્તમ રસ્તો છે સમુદાયમાં લોકોની સફળતાઓ અને ઉપલબ્ધિ ઓની ઉજવણી કરવી. તેમણે કહ્યું કે જયારે લોકો તેમની સફળતાની ઉજવણી માટે પોલીસ સ્ટેશનની મુલાકાત લે છે ત્યારે તેમણે પણ પોલીસ અધિકારીઓ દ્વારા કરાયેલા કામ પ્રત્યે આદર અને ઊંડી સમજ કેળવવી જોઈએ. તેમણે કહ્યું કે સમુદાયના લોકોએ પોલીસ સ્ટેશનો સાથે ઓળખ બનાવવી જોઈએ.

પ્રધાનમંત્રીએ સાયબર-સુરક્ષા, ડિઝીટલ તકનિક અને સોશિયલ મીડિયા વગેરે વિષયોને આવરી લીધા અને કહ્યું કે પોલીસ અધિકારીઓએ તેમના કામમાં ઉભરતી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે આંતર રાજ્ય સરહદો પાર પડોસી જીલ્લાના પોલીસ દળો વચ્ચે વધુમાં વધુ સંપર્ક વિકસાવવા હાંકલ કરી હતી.

પ્રધાનમંત્રી પ્રવાસન પોલીસ, આપદા પ્રબંધન અને પોલીસ તાલીમ વગેરે વિષયો પર પણ પોતાના વિચારો પ્રગટ કર્યા હતા.

શ્રી નરેન્દ્ર મોદીએ પોલીસ અધિકારીઓ દ્વારા દાખવવામાં આવેલી નિ:સ્વાર્થ સેવા અને સમર્પણ ભાવની પ્રશંસા કરી હતી, તથા તેમના કામ પ્રત્યેની નિષ્ઠાને રાષ્ટ્રની સુરક્ષાના સાર તરીકે વર્ણવી હતી.

પ્રધાનમંત્રીએ આઈબી અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક પણ એનાયત કર્યા હતા.

આ પહેલા દિવસ દરમિયાન, પ્રતિનિધિઓએ પોલીસ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશે ચર્ચા કરી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીઓ શ્રી કીરેન રીજીજુ અને શ્રી હરિભાઈ પારથીભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા.

J.khunt