પોર્ટુગલની ઐતિહાસિક મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિસ્બનમાં ભારતીય સમુદાયને મળ્યાં હતાં તથા તેમની સાથે આદાનપ્રદાન કર્યું હતું. પોતાનાં સંબોધનમાં શ્રી મોદીએ ભારત અને પોર્ટુગલ ભાગીદારીનાં કેટલાંક પાસાં વિશે વાત કરી હતી.
શ્રી મોદીએ પોર્ટુગલનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એન્ટોનિયો ગુટેર્રસ સાથે તેમની બેઠક વિશે વાત કરી હતી. વળી પ્રધાનમંત્રીએ યોગ અને સંપૂર્ણ હેલ્થકેરની જાણકારી આપી હતી તથા યોગનાં સંદેશને વધારે આગળ વધારવા પોર્ટુગલની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતાં દેશોમાંનો એક છે. ઇસરોનાં વિજ્ઞાનીઓની પ્રશંસા કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, “અંતરિક્ષનાં ક્ષેત્રમાં અમારાં વિજ્ઞાનીઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તાજેતરમાં 30 નેનો ઉપગ્રહો છોડવામાં આવ્યાં હતાં.”
અગાઉ તેમણે પોર્ટુગલમાં વનમાં લાગેલી આગમાં થયેલી જાનમાલની હાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ પોર્ટુગલનાં પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટાને ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા કાર્ડ પણ આપ્યું હતું.
J.Khunt
At the Comunidade Hindu de Portugal, a temple in Lisbon. pic.twitter.com/N6bxiEsb4b
— Narendra Modi (@narendramodi) June 24, 2017
Had a delightful interaction with the Indian community of Portugal. https://t.co/jZdDkC6CL7
— Narendra Modi (@narendramodi) June 24, 2017