પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હજુ હમણાં જ સમાપ્ત પેરિસ જળવાયુ પરિવર્તન સંમેલનમાં જળવાયુ ન્યાયની જીત થઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સીઓપી-21ના વિચાર-વિમર્શ અને પેરિસ સમજૂતીને જળવાયુ પરિવર્તનને ઓછુ કરવા માટે વિશ્વના નેતાઓના સામૂહિક વિવેકને દર્શાવ્યો છે. પોતાની ભાવનાઓને ટ્વીટની એક શ્રૃંખલામાં વહેંચતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પેરિસ સમજૂતીના નિષ્કર્ષમાં ન કોઈ જીત્યું છે, ન કોઈ હાર્યું છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું કે સીઓપી-21ના વિચાર-વિમર્શ અને પેરિસ સમજૂતીથી જળવાયુ પરિવર્તનને ઓછું કરવા માટે વિશ્વના નેતાઓના સામૂહિક વિવેકને પરિચય મળ્યો છે. જળવાયુ પરિવર્તન એક પડકાર રહ્યો છે, પરંતુ પેરિસ સમજૂતીમાં એ દર્શાવાયુ છે કે કેવી રીતે દરેક રાષ્ટ્ર આના સમાધાનની દિશામાં કાર્ય કરી આ પડકારનો સામનો કરી શકે છે.
પેરિસ સમજૂતીના નિષ્કર્ષમાં ન કોઈ જીત્યું છે ન કોઈ હાર્યું છે. જળવાયુ ન્યાયની જીત થઈ છે અને અમે સૌ સ્વચ્છ ભવિષ્યની દિશામાં કાર્ય કરી રહ્યા છીએ.
J.Khunt/GP
Deliberations at #COP21 & #ParisAgreement demonstrates the collective wisdom of world leaders to mitigate #ClimateChange. @COP21 @COP21en
— Narendra Modi (@narendramodi) December 13, 2015
#ClimateChange remains a challenge but #ParisAgreement demonstrates how every nation rose to the challenge, working towards a solution.
— Narendra Modi (@narendramodi) December 13, 2015
Outcome of #ParisAgreement has no winners or losers. Climate justice has won & we are all working towards a greener future. @COP21 @COP21en
— Narendra Modi (@narendramodi) December 13, 2015