પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જયંતી પર નમન કર્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ડૉ. એપીજે એબ્દુલ કલામને તેમની જયંતિ પર શત-શત નમન.”
પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું,
“આજે આપણે ડૉ. એપીજે અબ્દુલ કલામને નમન કરી રહ્યા છીએ અને એક વૈજ્ઞાનિક, વિદ્વાન અને ભારતના રાષ્ટ્રપતિ તરીકેની તેમની ઉપલબ્ધિઓનો ઉત્સવ મનાવી રહ્યા છીએ.
આપણે સાનુરાગ શિક્ષણ તેમજ શિક્ષા માટે તેમના જુસ્સાને યાદ કરીએ છીએ. ડૉ. કલામે યુવા મનને વિચારવાની ક્ષમતા અને નવાચાર માટે પ્રજ્વલિત કર્યા છે.
ડૉ. કલામ આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચાર, આદર્શો અને ભારતની પરિકલ્પના હંમેશા જીવિત રહેશે.”
AP/J.Khunt/GP
Salutations to Dr. APJ Abdul Kalam on his birth anniversary. pic.twitter.com/C9kPE7p3We
— Narendra Modi (@narendramodi) October 15, 2015