Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા, સુપ્રસિદ્ધ અભિનેત્રી, વૈજયંતિમાલા સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા, સુપ્રસિદ્ધ અભિનેત્રી, વૈજયંતિમાલા સાથે મુલાકાત કરી અને કહ્યું કે ભારતીય સિનેમાની દુનિયામાં તેમના અનુકરણીય યોગદાન માટે તેઓ સમગ્ર ભારતમાં પ્રશંસનીય છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ચેન્નાઈમાં વૈજયંતિમાલાજીને મળીને આનંદ થયો. તેણીને હમણાં જ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને ભારતીય સિનેમાની દુનિયામાં તેમના અનુકરણીય યોગદાન માટે સમગ્ર ભારતમાં પ્રશંસનીય છે.”

AP/GP/JD