પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ‘’પંડિત દીનદયાળજી હંમેશા આપણા પ્રેરણા સ્ત્રોત રહેશે. નિઃસ્વાર્થ સેવાની ભાવના એમનામાં સાહજિક રૂપે હતી. તેમનું સમગ્ર જીવન રાષ્ટ્ર અને ગરીબોની સેવામાં સમર્પિત હતું.
અમારી સરકાર પંડિત દીનદયાળજીના અંત્યોદયના વિચાર કે સમાજના અંતિમ વ્યક્તિની સેવા કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.
મને રાજનૈતિક આયોજકના સ્વરૂપમાં પંડિત દીનદયાળજીનું અનુકરણીય કૌશલ્ય યાદ છે. તેમણે અનેક કાર્યકર્તાઓ તૈયાર કર્યા, જેમણે રાષ્ટ્ર સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું.
આ મહાન વિભૂતિને મારા તરફથી વિનમ્ર શ્રદ્ધાંજલિ.‘’
AP/J.Khunt
My tributes to Pandit Deendayal Upadhyaya on his Punya Tithi. pic.twitter.com/IEaOVPHsxB
— Narendra Modi (@narendramodi) February 11, 2016