Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નોબેલ પારિતોષિક વિજેતા શ્રી એન્ટોન ઝીલિંગર સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રીએ નોબેલ પારિતોષિક વિજેતા શ્રી એન્ટોન ઝીલિંગર સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોબેલ પુરસ્કાર વિજેતા ઓસ્ટ્રિયાના જાણીતા ભૌતિકશાસ્ત્રી શ્રીએન્ટોન ઝીલિંગર સાથે મુલાકાત કરી. શ્રી ઝીલિંગર ક્વોન્ટમ મિકેનિક્સ પરના તેમના કાર્ય માટે જાણીતા છે અને તેમને 2022માં ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

વડા પ્રધાને ભારતના રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન પર તેમના વિચારો ભૌતિકશાસ્ત્રી સાથે શેર કર્યા. તેમણે અને શ્રી ઝીલિંગરે સમકાલીન સમાજ પર ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ ટેકની ભૂમિકા અને ભવિષ્ય માટેના વચનો પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.

AP/GP/JD