પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓ સાથે મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ તેમણે મેળવેલી સફળતા બદલ પુરસ્કાર જીતવા માટે અભિનંદન પાઠવ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે તેમના કાર્યો અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. વધુમાં તેમણે વિજેતાઓને તેમના સંબંધિત ક્ષેત્રોમાં વધુ આગળ વધવાની સલાહ આપી હતી.
સ્વચ્છ ભારત અભિયાનનો સંદર્ભ આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેની સફળતા મોટા ભાગે તે હકીકતને આભારી છે કે મહિલાઓએ તેને અત્યંત મહત્ત્વ આપ્યું છે. પ્રયાગરાજમાં તાજેતરમાં પૂર્ણ થયેલા કુંભ મેળાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ વખતનો કુંભ મેળો તેના સ્વચ્છતા અને સફાઇના ઊચ્ચ ધોરણોના કારણે ચર્ચાનો વિષય બન્યો હતો. તેમણે ઉમેર્યુ હતુ કે સ્વચ્છતાની બાબત હવે જન આંદોલન બની ચૂકી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતાની આ ઝૂંબેશમાં આગામી પગલું કચરાનું સંપતિમાં રૂપાંતરણ હોવું જોઇએ.
પ્રધાનમંત્રીએ મિશન ઇન્દ્રધનુષ દ્વારા બાળકો માટે કુપોષણની સમસ્યાનો સામનો અને રસીકરણ જેવા મુદ્દે પણ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ બન્ને ક્ષેત્રોમાં મહિલાઓએ તેની સફળતા સુનિશ્ચિત કરવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવવાની છે.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ મેનકા ગાંધી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
*****
RP
Had a wonderful interaction with recipients of the Nari Shakti Puraskar. https://t.co/3twrQqJFDg
— Narendra Modi (@narendramodi) March 9, 2019
via NaMo App