Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નાગપુરની એઈમ્સ દેશને અર્પણ કરી

પ્રધાનમંત્રીએ નાગપુરની એઈમ્સ દેશને અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગપુરમાં એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રીએ નાગપુર એઈમ્સ પ્રોજેક્ટ મોડલ પણ ચાલીને નિહાળ્યું હતું અને આ પ્રસંગે પ્રદર્શિત થયેલી માઇલસ્ટોન એક્ઝિબિશન ગૅલેરીનું અવલોકન પણ કર્યું હતું.

નાગપુરમાં એઈમ્સ દેશને સમર્પિત કરીને સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને મજબૂત કરવાની પ્રધાનમંત્રીની કટિબદ્ધતાને મજબૂત કરવામાં આવશે. જુલાઈ, 2017માં પ્રધાનમંત્રીએ આ હૉસ્પિટલનો શિલાન્યાસ પણ કર્યો હતો, જેની સ્થાપના કેન્દ્રીય ક્ષેત્રની યોજના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ થઈ છે.

એઈમ્સ નાગપુરને રૂ. 1575 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવી રહી છે, જે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી હૉસ્પિટલ છે, જેમાં ઓપીડી, આઇપીડી, નિદાન સેવાઓ, ઓપરેશન થિયેટરો અને મેડિકલ સાયન્સના તમામ મુખ્ય સ્પેશિયાલિટી અને સુપરસ્પેશિયાલિટી વિષયોને આવરી લેતા 38 વિભાગો છે. આ હૉસ્પિટલ મહારાષ્ટ્રનાં વિદર્ભ ક્ષેત્રને આધુનિક આરોગ્ય સંભાળ સુવિધાઓ પ્રદાન કરે છે અને તેની આસપાસના ગઢચિરોલી, ગોંદિયા અને મેલઘાટ જેવા આદિવાસી વિસ્તારો માટે વરદાનરૂપ છે. 

પ્રધાનમંત્રીની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશ્યારી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD