NID ફાઉન્ડેશનના મુખ્ય સંરક્ષક અને ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર મારા મિત્ર શ્રી સતનામસિંહ સંધુજી, NID ફાઉન્ડેશનના તમામ સભ્યગણ અને તમામ માનનીય સાથીગણ. તમારાંથી કેટલાક લોકોને પહેલાં જાણવાનો, મળવાનો અવસર મને પ્રાપ્ત થતો રહ્યો છે. ગુરુદ્વારાઓમાં જવાનું, સેવામાં સમય આપવાનો, લંગર લેવાનું, શીખ પરિવારોના ઘરોમાં રહેવાનું, આ બધુ જ મારા જીવનનો એક મોટો સ્વાભાવિક હિસ્સો રહ્યું છે. અહીં પ્રધાનમંત્રી નિવાસસ્થાનમાં પણ સમય સમયે શીખ સંતોના ચરણો પડતા રહે છે અને મારા માટે આ ખૂબ જ સૌભાગ્યની વાત છે. તેમની સંગતના સૌભાગ્યથી જ મને આ અવસર પ્રાપ્ત થતો રહે છે.
ભાઇઓ, બહેનો,
જ્યારે હું કોઇ વિદેશ યાત્રાએ જઉ તો ત્યાં જ્યારે પણ શીખ સમાજના સાથીઓને મળું તો મન ગૌરવથી ભરાઇ જાય છે. 2015માં મારા કેનેડાના પ્રવાસ વખતે તમારામાંથી ઘણા લોકોને યાદ હશે. અને દલાઇજી તો હું મુખ્યમંત્રી નહોતો ત્યારથી હું તેમને ઓળખુ છું. તે કેનેડા માટે ચાર દાયકામાં કોઇ ભારતીય પ્રધાનમંત્રીની પહેલી સ્ટેન્ડ અલોન દ્વીપક્ષીય મુલાકાત હતી અને હું માત્રા ઓટાવા અને ટોરોન્ટો જ નહોતો ગયો. મને યાદ છે, ત્યારે મેં કહ્યું હતું કે, હું વાનકુવર જઇશ અને હું ત્યાં જવા માંગુ છુ. હું ત્યાં ગયો, ગુરુદ્વારા ખાલસા દીવાનમાં માથું ટેકવવાનો લહાવો મળ્યો. સંગતના સભ્યો સાથે સારી વાતો થઇ. એ જ રીતે, જ્યારે હું 2016 માં ઇરાન ગયો હતો, ત્યારે મને ત્યાં પણ તેહરાનમાં ભાઇ ગંગા સિંહ સભા ગુરુદ્વારાની મુલાકાત લેવાનો લહાવો મળ્યો હતો. મારાં જીવનની બીજી એક અવિસ્મરણીય ક્ષણ ફ્રાન્સમાં પણ નવહાપેલે ઇન્ડિયન મેમોરિયલની મારી મુલાકાત વખતની છે. આ સ્મારક પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ આપેલા બલિદાન માટે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને તેમાંથી મોટી સંખ્યામાં આપણા શીખ ભાઇઓ અને બહેનો હતા. આ અનુભવો એ વાતનું દૃષ્ટાંત છે કે કેવી રીતે આપણો શીખ સમાજ ભારત અને અન્ય દેશો વચ્ચેના સંબંધોમાં એક મજબૂત કડી તરીકે કામ કરી હ્યો છે. મારા માટે આ સદ્ભાગ્યની વાત છે કે, આજે મને આ કડીને વધુ મજબૂત કરવાની તક મળી છે અને હું તેના માટે તમામ પ્રયાસો કરતો રહું છું.
સાથીઓ,
આપણાં ગુરુઓએ આપણને હિંમત અને સેવા શીખવાડી છે. આપણાં ભારતના લોકો કોઇપણ સંસાધન વગર દુનિયાના વિવિધ ભાગોમાં ગયા છે અને ત્યાં તેમના પરિશ્રમ દ્વારા સફળતા પ્રાપ્ત કરી છે. આ ભાવના આજે નવા ભારતની ભાવના બની ગઇ છે. નવું ભારત આખી દુનિયા પર પોતાની છાપ છોડીને નવા પરિમાણોને સ્પર્શી રહ્યું છે. કોરોના મહામારીનો આ સમયગાળો તેનું સૌથી મોટું દૃશ્ટાંત છે. મહામારીની શરૂઆત થઇ તે વખતે, શરૂઆતમાં, જૂના વિચારોવાળા લોકો ભારત વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. દરેક વ્યક્તિ કંઇક ને કંઇક કહેતી રહેતી હતી. પરંતુ, હવે લોકો ભારતનું ઉદાહરણ આપીને દુનિયાને કહે છે કે જુઓ ભારતે આ કરી બતાવ્યું છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારતમાં આટલી મોટી સંખ્યામાં વસ્તી છે, તો ભારત ક્યાંથી રસી મેળવશે, કેવી રીતે લોકોના જીવ બચાવશે? પરંતુ આજે ભારત આખી દુનિયામાં સૌથી મોટો રસીના ઉત્પાદક દેશ તરીકે ઉભરી આવ્યું છે. આપણા દેશમાં રસીના કરોડો ડોઝ આપવામાં આવ્યા છે. તમને એ પણ સાંભળીને ગૌરવ થશે કે દેશમાં કરવામાં આવેલું 99 ટકા રસીકરણ આપણી પોતાની મેડ ઇન ઇન્ડિયા રસી દ્વારા કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, આપણે વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યા છીએ. આપણા યુનિકોર્નની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. ભારતનું આ વધી રહેલું કદ, આ વધી રહેલી વિશ્વસનીયતા આ બધાના કારણે , જો કોઇનું માથું ગૌરવથી ઊંચું થતું હોય તો તે આપણા અપ્રવાસી ભારતીયો છે. કારણ કે જ્યારે પણ આપણા દેશનું સન્માન વધે છે ત્યારે ભારતીય મૂળના કરોડો લોકોનું સન્માન પણ એટલું જ વધે છે. તેમના પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલાય છે. આ આદર સાથે નવી તકો, નવી ભાગીદારી અને સુરક્ષાની મજબૂત ભાવના પણ આવે છે. મેં હંમેશા આપણા અપ્રવાસી ભારતીયોને આપણાં ભારતના રાષ્ટ્રીય રાજદૂત માન્યા છે. સરકાર જેમને મોકલે છે તે રાજદૂત હોય છે. પરંતુ તમે તો રાષ્ટ્રીય રાજદૂત છો. તમે બધા ભારતની બહાર છો, મા ભારતીનો બુલંદ અવાજ, બુલંદ ઓળખ છો. ભારતની પ્રગતિ જોઇને તમારી છાતી પણ ફુલી જાય છે, તમારું માથું પણ ગૌરવથી ઊંચું થાય છે. વિદેશમાં રહીને તમે તમારા દેશની પણ ફીકર કરો છો. તેથી, વિદેશમાં રહીને ભારતની સફળતાને આગળ વધારવામાં, ભારતની છબીને વધુ મજબૂત કરવામાં તમારી ભૂમિકા ઘણી મોટી રહી છે. આપણે દુનિયામાં જ્યાં પણ રહીએ છીએ ત્યાં, ‘સૌથી પહેલા ભારત, સૌથી પહેલા રાષ્ટ્ર’ની આપણી શ્રદ્ધા સૌથી ઉપર હોવી જોઇએ.
સાથીઓ,
આપણા તમામ દસ ગુરુઓએ દેશને સૌથી ઉપર પર રાખીને ભારતને એક કર્યું હતું. ગુરુ નાનક દેવજીએ સમગ્ર રાષ્ટ્રની ચેતના જગાડી હતી, સમગ્ર રાષ્ટ્રને અંધકારમાંથી બહાર કાઢ્યું હતું અને આખા દેશને પ્રકાશનો માર્ગ ચિંધ્યો હતો. આપણા ગુરુઓએ પૂર્વથી માંડીને પશ્ચિમ, ઉત્તરથી માંડીને દક્ષિણ સુધી આખા ભારતમાં ભ્રમણ કર્યું હતું. દરેક જગ્યાએ, ગમે ત્યાં જશો તો, તેમના ચિહ્નો મળી આવશે, તેમની પ્રેરણા મળી આવે છે, તેમના માટે સૌને શ્રદ્ધા છે. પંજાબમાં ગુરુદ્વારા હરમંદિર સાહિબજીથી લઇને ઉત્તરાખંડમાં ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબ સુધી, મહારાષ્ટ્રના ગુરુદ્વારા હુઝુર સાહિબથી લઇને હિમાચલના ગુરુદ્વારા પોંટા સાહિબ સુધી, બિહારના તખ્ત શ્રી પટના સાહિબથી માંડીને ગુજરાતના કચ્છના ગુરુદ્વારા લખપત સાહિબ સુધી, આપણા ગુરુઓએ લોકોને પ્રેરણા આપી છે, પોતાના ચરણથી આ ભૂમિને શુદ્ધ કરી છે. તેથી, શીખ પરંપરા વાસ્તવમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની જીવંત પરંપરા છે.
ભાઇઓ તથા બહેનો,
આઝાદીની લડાઇમાં અને આઝાદી પછી પણ શીખ સમાજે દેશ માટે યોગદાન આપ્યું છે, આ માટે આખું ભારત તેમના પ્રત્યે કૃતજ્ઞતા અનુભવે છે. મહારાજા રણજિત સિંહનું યોગદાન હોય, અંગ્રેજો સામેની લડાઇ હોય કે પછી જલિયાંવાલા બાગ હોય, તેમના વગર ન તો ભારતનો ઇતિહાસ પૂરો છે, કે ન તો ભારત પૂર્ણ છે. આજે પણ સરહદ પર ઉભેલા શીખ સૈનિકોની બહાદુરીથી લઇને દેશના અર્થતંત્રમાં શીખ સમુદાયની ભાગીદારી અને શીખ NRIના યોગદાન સુધી, શીખ સમાજ દેશની હિંમત, દેશની તાકાત અને દેશના પરિશ્રમનો પર્યાય બની રહ્યો છે.
સાથીઓ,
આઝાદીનો અમૃત મહોત્સવ એ આપણી સ્વતંત્રતાના સંગ્રામ અને આપણી સંસ્કૃતિ તેમજ વારસાની ઉજવણી કરવાનો પ્રસંગ છે. ભારતની આઝાદીની લડત માત્ર કોઇ મર્યાદિત સમયગાળાની ઘટના નથી. તેની પાછળ હજારો વર્ષની ચેતના અને આદર્શો જોડાયેલા હતા. તેની પાછળ આધ્યાત્મિક મૂલ્યો અને ઘણા તપ – ત્યાગ જોડાયેલા હતા. આથી, આજે દેશ જ્યારે એક તરફ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, તો સાથે સાથે લાલ કિલ્લા પરથી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પુરબની પણ ઉજવણી કરી રહ્યો છે. ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પુરબની ઉજવણી પહેલાં આપણે ગુરુ નાનક દેવજીના 550મા પ્રકાશ પુરબની પણ પૂરી શ્રદ્ધા સાથે દેશ અને વિદેશમાં ઉજવણી કરી હતી. ગુરુ ગોવિંદ સિંહજીના 350મા પ્રકાશ પુરબની ઉજવણી કરવાનું સૌભાગ્ય પણ આપને પ્રાપ્ત થયું હતું.
સાથીઓ,
સાથે સાથે, આ સમયગાળા દરમિયાન કરતારપુર સાહિબ કોરિડોરનું પણ નિર્માણ થયું હતું. આજે લાખો ભક્તો ત્યાં માથુ ટેકવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી રહ્યાં છે. લંગરને ટેક્સ ફ્રી કરવાથી માંડીને, હરમિંદર સાહિબને FCRA ની અનુમતિ સુધી, ગુરુદ્વારાઓની આસપાસમાં સ્વચ્છતા વધારવાથી લઇને તેમને બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવા સુધી, દેશ આજે તમામ પ્રકારે પ્રયાસો કરી રહ્યો છે અને સતનામજીએ જે રીતે વીડિયો તૈયાર કર્યો છે તેના માટે હું તેમનો ખૂબ જ આભાર માનું છું. દરેક ક્ષેત્રમાં કેવી રીતે પૂરી નિષ્ઠા સાથે કામ કરવામાં આવ્યું છે તે આના પરથી જાણી શકાય છે. આપ સૌની પાસેથી સમય સમયે જે પણ સૂચનો આવે છે, આજે પણ તમે મને ઘણા સૂચનો મળ્યા છે. મારો પ્રયાસ છે કે તેમના આધારે દેશ સેવાના માર્ગે આગળ વધતો રહે.
સાથીઓ,
આપણા ગુરુઓના જીવનની સૌથી મોટી પ્રેરણા છે, એ છે આપણા કર્તવ્યોનો બોધ. આઝાદીના અમૃતકાળમાં દેશ પણ આજે કર્તવ્યને પ્રાથમિકતા આપવાની વાત કરે છે. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’નો આ મંત્ર જ આપણા બધા માટે ભારતના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છે. આ ફરજો માત્ર આપણા વર્તમાન માટે જ નથી, પરંતુ તે આપણા અને આપણા દેશના ભવિષ્ય માટે પણ છે. આ આપણી ભાવિ પેઢીઓ માટે પણ છે. દાખલા તરીકે, આજે પર્યાવરણનો મુદ્દો આખા દેશ અને દુનિયા સામે એક મોટું સંકટ બની ગયો છે. તેનો ઉકેલ ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓમાં રહેલો છે. શીખ સમાજ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. શીખ સમાજમાં આપણે શરીરની જેટલી કાળજી રાખીએ છીએ એટલી જ પર્યાવરણ અને પૃથ્વીની પણ કરીએ છીએ. પ્રદૂષણ સામેના આપણા પ્રયાસો હોય, કુપોષણ સામે આપણે લડતા હોઇએ કે પછી આપણા સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરવાનું હોય, તમે બધા આવા દરેક પ્રયાસો સાથે જોડાયેલા જણાવ છે. આ શ્રેણીમાં હું મારા તમારા તરફથી આપ સૌને વધુ એક વિનંતી કરું છુ. તમે જાણો છો કે, અમૃત મહોત્સવમાં દેશના તમામ જિલ્લાઓમાં એટલે કે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તમે તમારા પિંડોમાં અમૃત સરોવરોનું નિર્માણ કરવા માટે અભિયાન પણ ચલાવી શકો છો.
સાથીઓ,
આપણા ગુરુઓએ આપણને આત્મસન્માન અને માનવ જીવનના ગૌરવનો જે પાઠ શીખવાડ્યો છે, તેનો જ પ્રભાવ આપણને શીખના જીવનમાં જોવા મળે છે. આઝાદીના અમૃતકાળ દરમિયાન આજે દેશનો આજ સંકલ્પ છે. આપણે આત્મનિર્ભર બનવાનું છે, ગરીબમાં ગરીબ વ્યક્તિના જીવનમાં સુધારો લાવવાનો છે. આ તમામ પ્રયાસોમાં આપ સૌની સક્રિય ભાગીદારી હોય અને તમારું સક્રિય યોગદાન હોય તે ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે, ગુરુઓના આશીર્વાદથી આપણે સફળ થઇશું અને બહુ જલદી એક નવા ભારતના લક્ષ્ય સુધી પહોંચી શકીશું. આવા જ સંકલ્પ સાથે, આપ સૌને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરુ છુ. આપ સૌ અહીં આવ્યા એ મારા માટે સંગતથી પણ ઘણું વિશેષ છે. અને આથી જ આપની કૃપા હંમેશા રહે અને હું હંમેશા કહું છુ કે પ્રધાનમંત્રી નિવાસસ્થાનમાં એ મોદીનું ઘર નથી. આ તમારું અધિકાક્ષેત્ર છે અને તમારું જ છે. આવી જ ભાવના સાથે, આવી જ આત્મીયતાથી હંમેશા હંમેશા આપણે સાથે મળીને મા ભારતી માટે, આપણા દેશના ગરીબો માટે, આપણા દેશના દરેક સમાજના ઉત્કર્ષ માટે આપણે સૌ આપણું કામ કરતા રહીશું. ગુરુઓના આશીર્વાદ હંમેશા આપણા પર રહે. આવી જ ભાવના સાથે ફરી એકવાર હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનુ છુ. વાહે ગુરુ કા ખાલસા, વાહે ગુરુ કી ફતેહ.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Sharing highlights from today’s interaction with a Sikh delegation. We had extensive discussions on various subjects and I was glad to receive their insights. pic.twitter.com/CwMCBfAMyh
— Narendra Modi (@narendramodi) April 29, 2022
Elated to host a Sikh delegation at my residence. https://t.co/gYGhd5GI6l
— Narendra Modi (@narendramodi) April 29, 2022
गुरुद्वारों में जाना, सेवा में समय देना, लंगर पाना, सिख परिवारों के घरों पर रहना, ये मेरे जीवन का हिस्सा रहा है।
— PMO India (@PMOIndia) April 29, 2022
यहाँ प्रधानमंत्री आवास में भी समय समय पर सिख संतों के चरण पड़ते रहते हैं। उनकी संगत का सौभाग्य मुझे मिलता रहता है: PM @narendramodi
हमारे गुरुओं ने हमें साहस और सेवा की सीख दी है।
— PMO India (@PMOIndia) April 29, 2022
दुनिया के अलग अलग हिस्सों में बिना किसी संसाधन के हमारे भारत के लोग गए, और अपने श्रम से सफलता के मुकाम हासिल किए।
यही स्पिरिट आज नए भारत की भी है: PM @narendramodi
पहले कहा जा रहा था कि भारत की इतनी बड़ी आबादी, भारत को कहाँ से वैक्सीन मिलेगी, कैसे लोगों का जीवन बचेगा?
— PMO India (@PMOIndia) April 29, 2022
लेकिन आज भारत वैक्सीन का सबसे बड़ा सुरक्षा कवच तैयार करने वाला देश बनकर उभरा है: PM @narendramodi
नया भारत नए आयामों को छू रहा है, पूरी दुनिया पर अपनी छाप छोड़ रहा है।
— PMO India (@PMOIndia) April 29, 2022
कोरोना महामारी का ये कालखंड इसका सबसे बड़ा उदाहरण है।
महामारी की शुरुआत में पुरानी सोच वाले लोग भारत को लेकर चिंताएं जाहिर कर रहे थे।
लेकिन, अब लोग भारत का उदाहरण दे रहे हैं: PM @narendramodi
इसी कालखंड में हम दुनिया के सबसे बड़े स्टार्टअप ecosystems में से एक बनकर उभरे हैं। हमारे unicorns की संख्या लगातार बढ़ रही है।
— PMO India (@PMOIndia) April 29, 2022
भारत का ये बढ़ता हुआ कद, ये बढ़ती हुई साख, इससे सबसे ज्यादा किसी का सिर ऊंचा होता है तो वो हमारा diaspora है: PM @narendramodi
हमारे भारतीय डायस्पोरा को तो मैं हमेशा से भारत का राष्ट्रदूत मानता रहा हूं।
— PMO India (@PMOIndia) April 29, 2022
आप सभी भारत से बाहर, मां भारती की बुलंद आवाज हैं, बुलंद पहचान हैं।
भारत की प्रगति देखकर आपका भी सीना चौड़ा होता है, आपका भी सिर गर्व से ऊंचा होता है: PM @narendramodi
गुरु नानकदेव जी ने पूरे राष्ट्र की चेतना को जगाया था, पूरे राष्ट्र को अंधकार से निकालकर प्रकाश की राह दिखाई थी।
— PMO India (@PMOIndia) April 29, 2022
हमारे गुरुओं ने पूरब से पश्चिम, उत्तर से दक्षिण पूरे भारत की यात्राएं कीं। हर कहीं उनकी निशानियाँ हैं, उनकी प्रेरणाएं हैं, उनके लिए आस्था है: PM @narendramodi
हमारे गुरुओं ने लोगों को प्रेरणा दी, अपनी चरण रज से इस भूमि को पवित्र किया।
— PMO India (@PMOIndia) April 29, 2022
इसलिए, सिख परंपरा वास्तव में ‘एक भारत, श्रेष्ठ भारत’ की जीवंत परंपरा है: PM @narendramodi
इसी कालखंड में करतारपुर साहिब कॉरिडॉर का निर्माण भी हुआ।
— PMO India (@PMOIndia) April 29, 2022
आज लाखों श्रद्धालुओं को वहाँ शीश नवाने का सौभाग्य मिल रहा है: PM @narendramodi
लंगर को टैक्स फ्री करने से लेकर, हरमिंदर साहिब को FCRA की अनुमति तक, गुरुद्वारों के आसपास स्वच्छता बढ़ाने से लेकर उन्हें बेहतर इन्फ्रास्ट्रक्चर से जोड़ने तक, देश आज हर संभव प्रयास कर रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 29, 2022