Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ “ધ બર્ડ્સ ઓફ બન્ની ગ્રાસલેન્ડ“ પુસ્તકનું વિમોચન કર્યું

પ્રધાનમંત્રીએ  “ધ બર્ડ્સ ઓફ બન્ની ગ્રાસલેન્ડ“ પુસ્તકનું વિમોચન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં “ધ બર્ડસ ઓફ બન્ની ગ્રાસલેન્ડ“ પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તક પ્રધાનમંત્રીને ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી ( જીયુઆઈડીઈ)ના વૈજ્ઞાનિકો દ્વારા ભેટ આપવામાં આવ્યું હતું.

આ પુસ્તક ગુજરાત સ્થિત કચ્છના બન્ની રણમાં મળી આવતા 250 પ્રજાતિના પક્ષીઓ પર કરવામાં આવેલા સંશોધનનો સંગ્રહ છે.

ભુજ સ્થિત ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી કચ્છના રણમાં વૃક્ષો, પક્ષીઓ અને સમુદ્રજીવો પર છેલ્લા 15 વર્ષ કરતા પણ વધુ સમયથી અભ્યાસ કરે છે.

AP/J.Khunt/T