Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ધર્મસ્થળ ખાતે શ્રી મંજૂનાથ સ્વામી મંદીરમાં પૂજા કરી; ઉજિર ખાતે જાહેરસભાને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ધર્મસ્થળ ખાતે શ્રી મંજૂનાથ સ્વામી મંદીરમાં પૂજા કરી; ઉજિર ખાતે જાહેરસભાને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તેમની કર્ણાટક મુલાકાતનાં પ્રથમ ચરણમાં આજે મેંગુલુરૂ ખાતે આવી પહોંચ્યાં હતા. ત્યાંથી તેઓ ધર્મસ્થળ પહોંચ્યાં હતા જ્યાં તેમણે શ્રી મંજૂનાથ સ્વામી મંદિરમાં પૂજા કરી હતી.

ઉજિર ખાતેની જાહેરસભા દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જન ધન યોજનાનાં ખાતા ધારકોને રૂપે કાર્ડનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે એમણે “માતૃભૂમિનાં રક્ષણ અને આગામી પેઢીને તેનું હસ્તાંતરણ (Preserve Mother Earth, and Transfer to Next Generation)” યોજનાનાં પ્રારંભે તેનાં લોગોનું અનાવરણ કર્યું હતું.

જાહેરસભાને સંબોધન કરતી વખતે એમણે ભગવાન મંજુનાથાની પૂજા કરવાનો લહાવો મ્ળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

એમણે જણાવ્યું હતું કે વર્તમાન સદી કૌશલ્ય વિકાસની છે. ભારત યુવાન રાષ્ટ્ર છે અને તેથી જ આપણે આપણા પૂર્વજોએ બક્ષેલી સમૃદ્ધિનું જતન કરવું જોઇએ એમ તેમણે ઉમેર્યું હતું.

આપણા સંતો અને મહાત્માઓએ ઘણી સંસ્થાઓની સ્થાપનાં કરી છે અને તેને વિકાસાવી છે જે સમાજને સદીઓથી મદદરૂપ બનતી આવી છે એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

મહિલા સ્વસહાય જૂથને રૂપે કાર્ડ વિતરીત કરતા એમણે જણાવ્યું હતું કે ડિજિટલ વ્યવહારો અંગે વધી રહેલા ઉત્સાહથી તેઓ અત્યંત આનંદ અનુભવી રહ્યા છે.

એમણે લોકોને ભીમ એપનો ઉપયોગ કરવાનો અને કેશલેશ વ્યવહારો અપનાવવાનો અનુરોધ કર્યો હતો. વર્તમાન યુગ પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાનો છે, જે લોકો આ સુવિધાઓ સાથે છેતરપિંડી કરે છે તેમના માટે કોઈ સ્થાન નથી એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક રૂપિયો અને ભારત સરકાર દ્વારા અપાતા દરેક સંસાધનો ભારતીયોના કલ્યાણ માટે સમર્પિત છે. અમે ખાતરી આપીએ છીએ કે વિકાસના તમામ લાભ તેના હકદાર લાભાર્થીઓ સુધી પહોંચે અને ભ્રષ્ટાચારની કોઈ સંભાવના જ રહે નહીં તેમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અત્યારનાં સમયે અને આ યુગમાં પાણીનું સંરક્ષણ આપણા બધા માટે મોટો પડકાર છે. કુદરત સાથેનાં સુમેળને આપણે મહત્વ આપવાની જરૂર છે અને ટૂંકા ગાળાનાં ફાયદા વિશે વિચારવું જોઇએ નહીં. તેમણે ઉમેર્યું હતું. કર્ણાટકનાં ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીને પાણી બચાવવાની પણ એમણે અપીલ કરી હતી.

NP/RP